રિધિમા પંડિતની માતાનું કોરોનાથી મુંબઈમાં નિધન
મુંબઈ: ટીવી શૉ ‘બહુ હમારી રજનીકાંત’થી જાણીતી એક્ટ્રેસ રિધિમા પંડિતની માતાનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. એક્ટ્રેસ રિધિમા પંડિતના માતાએ તારીખ ૪ એપ્રિલે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ મુજબ, રિધિમા પંડિત સાથે જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે રિધિમા પંડિતની માતા ઘણાં વર્ષોથી કિડનીની સમસ્યાથી પીડિત હતા. તેમ છતાં તેઓની હાલત એટલી પણ ખરાબ નહોતી અને તેઓની કિડની કાર્યરત હતી. આ દરમિયાન તેઓ કોરોના વાયરસ સંક્રમિત થયા
તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. પરિવારવાળા પણ માતાને મળી શક્યા નહીં માટે તેઓ આઘાતમાં છે. એક્ટ્રેસ રિધિમા પંડિતે વર્ષ ૨૦૧૬માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે ‘બહુ હમારી રજનીકાંત’ ટીવી શૉમાં મુખ્ય પાત્રમાં જાેવા મળી હતી. ત્યારબાદ તે ‘ખતરો કે ખિલાડી ૯’ અને ‘હેવાનઃ ધ મોન્સ્ટર’ નામના ટીવી શૉમાં જાેવા મળી.
આ સિવાય રિધિમા પંડિત કેટલીક વેબ સિરીઝમાં પણ જાેવા મળી કે જેમાં ‘યો કે હુઆ બ્રો’ અને ‘હમ-આઈ એમ બિકોઝ ઓફ અસ’ સામેલ છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં ઘણાં સેલેબ્સ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થઈ ચૂક્યા છે. જેમાં આમિર ખાન અને અક્ષય કુમારથી લઈને ‘અનુપમા’ ટીવી શૉના લીડ કલાકારો રુપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, પ્રોડ્યુસર રાજન શાહી અને અન્ય ઘણાં સેલેબ્સ સામેલ છે. હાલમાં જ ‘ડાન્સ દીવાને ૩’ રિયાલિટી શૉના ૧૮ ક્રૂ મેમ્બર્સ પણ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારે ‘ઈન્ડિયન આઈડોલ ૧૨’ને હોસ્ટ કરી રહેલો આદિત્ય નારાયણ પણ હાલ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.