ઓડિશાથી કારમાં ચોર ખાનું બનાવી લવાયેલો ગાંજાે જબ્બે
વાપી: ઔધોગિક નગરી વાપીમાં ફરી ફરી એક વખત નસીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ એસઓજી પોલીસે વાપીના ગીતા નગર વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં વાપીના ગીતાનગર અને આસપાસના વિસ્તારમાં ગાંજાનું રેકેટ ચલાવતા મુખ્ય આરોપી શરીફ શેખને પણ દબોચી લીધો છે. આમ પોલીસે ૧૬. ૨૪૧ કિલો ગાંજા સાથે ચાર આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી ગાંજાની હેરફેર માટે વપરાતી ઈનોવા કાર સહિત અંદાજે રૂપિયા ૧૧.૮૦ લાખનો મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારોમાં ગાંજા જેવા નશીલા કારોબારનો મોટાપાયે રેકેટ ચલાવી અને યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની વલસાડ એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી.
આથી વલસાડ એસ.ઓ.જી પોલીસના પીઆઇ વી .બી. બારડ અને તેમની ટીમે વાપી રેલવે સ્ટેશન નજીક આવેલા ગીતા નગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન વાપીના ગીતા નગર વિસ્તારમાં આવેલી માનસી હોટલ ની બાજુમાં આવેલા મેજેસ્ટિક હોમ સોસાયટી ના કમ્પાઉન્ડ માં ૧ એક ગાડી લઇને ઉભેલા કેટલાક શકમંદો ની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ઈનોવા કાર ના પાછળના ભાગે બનાવવામાં આવેલા ચોર ખાનામાં અંદાજે ૧.૬૨ લાખની કિંમતનો ૧૬.૨૪૧ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે આરોપીઓમાં શરીફ મહંમદ સલીમ શેખ અને અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફાની ધરપકડ કરી હતી.
સાથે જ પોલીસે ઈનોવા કારને ઓરિસ્સાથી લઈને આવેલા મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી અને પ્રફુલ્લ ઉર્ફે પરુ સનિયા શેટ્ટીની ધરપકડ કરી હતી. શેટ્ટી અટકધારી બંને આરોપીઓ વાપી થી ૧૭૦૦ કિલોમીટર દૂર આવેલા ઓરિસ્સામાંથી આ ઈનોવા કારમાં બનાવવામાં આવેલા ચોર ખાનામાં ગાંજાનો મોટો જથ્થો રાખી અને ઓરિસ્સા થી વાપી સુધી ગાંજા ની હેરાફેરી કરતા હતા. અગાઉ પણ અનેક વખત આરોપીઓ આ રીતે ઓરિસ્સાથી વાપી સુધી ગાંજાે સપ્લાય કરી ચૂક્યા છે. અને વાપી લાવ્યા બાદ આરોપી શરીફ શેખ વાપી ગીતાનગર અને આસપાસના વિસ્તારમાં ગાંજાના નશીલો કારોબારનો ચલાવી રહ્યો હતો.
વર્ષ ૨૦૨૦માં પણ આરોપી શરીફ શેખ વિરુદ્ધ વાપી રેલવે સ્ટેશનમાં ૧૫ કિલો ગાંજાનોના કેસ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. ત્યારથી તે ફરાર હતો. વધુ ચોંકાવનારી વાત એ છે કે આરોપી શરીફ શેખના પિતા સલીમ શેખ વર્ષ વિરુદ્ધ પણ ૨૦૧૬માં ભિલાડમાં નશીલા પદાર્થના હેરાફેરીનો કેસ ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. આમ પિતા અને પુત્ર વર્ષોથી વાપી અને આસપાસના વિસ્તારમાં નશીલા રેકેટ ચલાવી રહ્યા હતા. જાેકે આ વખતે વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમએ વાપીના છેવાડાના વિસ્તારમાં નશાનો રેકેટ ચલાવતા પિતા-પુત્રની જાેડીમાંથી પુત્રને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે.
તો નશીલા પદાર્થ ગાંજાને ઓરિસ્સાથી ઈનોવા કારમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં છુપાવી અને વાપી સુધી લાવી ગાંજાે સપ્લાય કરતા મુરલીધર સેટી અને પ્રફુલા ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.. અને હવે વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસે વાપી થી ઓરિસ્સા સુધી ફેલાયેલા આ નશાના કારોબાર ના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.