Western Times News

Gujarati News

બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી હત્યા કરી

Files Poto

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પતિએ છરીના ઘા મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જાે કે પત્નીના મૃત્યુ અને પતિના જેલ જવાથી ત્રણ માસૂમ દીકરીઓ હવે નિરાધાર બની ગઈ છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.

જાેકે પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. સંસ્કૃત રેસીડેન્સી બી બ્લોકમાં મકાન નબર ૧૦૫માં રહેતા મિતેષ ભાનું આજે બપોર એ તેમની પત્ની અને માતા પિતા ઘરે હાજર હતા. જ્યારે ત્રણ બાળકીઓ પડોશમાં રમવા માટે ગઈ હતી. તે દરમિયાન આરોપી મિતેષને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બેડરૂમમાં લઇ જઇ દરવાજાે અંદરથી બંધ કરીને ગળા પર છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. જાે કે મિતેષના પિતાને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી. અને આરોપી મિતેષને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ નું કહેવું છે કે આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમય થી ઝઘડા ચાલી રહ્યા હતા. અને તેને લઇને મૃતક તેમના પિયર પણ જતા રહ્યા હતા. જાે કે પંદર દિવસ પહેલા આરોપી તેને અહી લઈ આવ્યો હતો. પરંતુ ઘરકાંકસ બંધ ના થતા અંતે તેનું પરિણામ લોહિયાળ આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.