પુત્રવધૂના ડર અને ધમકીથી તણાવમાં આવેલા સસરાનું મૃત્યુ
અમદાવાદ: અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું ફેબ્રુઆરી માસમાં મૃત્યુ થયું હતું. થોડા દિવસો બાદ ઘરમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં મૃતક દીપકભાઈ એ તેમની પુત્રવધ પર કેટલાક આક્ષેપ કર્યા હતાં. પુત્રવધૂ ત્રાસ આપતી, ડરાવતી, ઝગડા કરતી હતી. જેથી ટ્રેસમાં આવેલા સસરાનું મૃત્યુ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ભાઈ બહેનના સંબંધોને લઈને ખોટી ચર્ચાઓ લોકોને કરતા પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી હોવાનો પણ આક્ષેપ કરતા ચિઠ્ઠી પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સોમેશ્વર બંગલોમાં રહેતા કલ્પનાબહેન શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમનો દીકરો જીગર તથા તેની પત્ની એટલે કે પુત્રવધૂ નેત્રા સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી પણ છે જેના લગ્ન ૧૯૯૮માં થયા હતા અને તે તેના પતિ સાથે સિંગાપુર ખાતે રહે છે. કલ્પનાબહેનના દીકરા જિગરના આજ થી ૧૮ વર્ષ પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ વર્ષ ૨૦૧૦માં બંનેના છૂટાછેડા થયા હતાં. બાદમાં જીગરના બીજા લગ્ન શાદી ડોટ કોમના માધ્યમથી ન્યુઝીલેન્ડ પીઆર નેત્રા પટેલની સાથે કરવામાં આવ્યા હતા.
નેત્રાના પણ બીજા લગ્ન હતા. વર્ષ ૨૦૧૧માં બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. કલ્પના બહેનના પતિ દીપકભાઈ ગોમતીપુર ખાતે ગોડાઉન ધરાવી કોલસાનો વેપાર ધંધો કરતા હતા અને તેમની સાથે તેમનો દીકરો પણ કામકાજ કરતો હતો. વર્ષ ૨૦૨૦ના ફેબ્રુઆરી માસમાં રાત્રે કલ્પનાબેન તથા તેમનો દીકરો અને પુત્રવધૂ ઘરે હાજર હતા. રાત્રે તેમના પતિ દીપકભાઈ પોતાના રૂમમાં સુવા માટે ગયા હતા અને બીજા દિવસે સવારે તેમના પતિનું ડાયાબિટીસનું રૂટિન ચેકઅપ હોવાથી કલ્પનાબેન તેઓને જગાડવા ગયા હતા.
જાેકે દીપકભાઈએ કોઈ પ્રતિક્રિયા આપતા ડોક્ટરને ફોન કરાયો હતો અને ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ માર્ચ મહિનામાં કલ્પનાબેન દીપકભાઈના રૂમમાં ગયા હતા અને કબાટમાં પડેલા કપડા અને જરૂરી કાગળો જાેયા હતા. ત્યાં એક ફોલ્ડરમાં એક કાગળ તેઓને મળી આવ્યો હતો. જેમાં બંને બાજુએ લખાણ ટાઈપ કરાવ્યું હતું. જે કાગળમાં તેમની પુત્રવધૂ નેત્રા દીપકભાઈને, કલ્પના બહેનને તથા તેમના દીકરા દીકરીને માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કલ્પનાબેનના દીકરા-દીકરી વચ્ચે ના સંબંધોની વાતો કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.