યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યું
અમદાવાદ: તું ચિંતા ના કર, મેં તેરે સે શાદી કરકે રહુંગા.’ અમદાવાદમાં એક નરાધમે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો છે. જાેકે, આરોપીની પત્નીને સગીરા અને તેના પતિ વચ્ચેના સંબંધની જાણ થઈ જતાં તે સગીરાની માતા પાસે પહોંચી હતી અને સગીરાને સમજાવીને તેના લગ્ન કરાવી દેવાનું કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. નારોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદ પ્રમાણે વટવા વિસ્તારમાં રહેતા હારુન દિવાનની પત્ની તેના ઘરે આવી હતી
તેણીએ કહ્યું હતું કે, તમારી દીકરી મારા પતિ સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. આથી હવે તેને સમજાવી તેના લગ્ન કરાવી નાખો. જેથી મહિલાએ આ સમગ્ર મામલે તેની દીકરીની પૂછપરછ કરતા તેણીએ કહ્યું હતું કે તે છેલ્લા એકાદ વર્ષથી હારુન દિવાનના સંપર્કમાં છે. નવેક મહિનાથી બંને ફોન પર વાતચીત કરે છે. હારુન વારંવાર સગીરાને લગ્નની લાલચ આપતો હોવાથી તેણી તેની વાતોમાં આવી ગઈ હતી.
સાત મહિના પહેલા આરોપી સગીરાને વટવા કેનાલ પર બોલાવી રિક્ષામાં ગોમતીપુર લઈ ગયો હતો. જ્યાં લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં એક અઠવાડિયા બાદ તે સગીરાને મહેમદાબાદ દરગાહ લઇ ગયો હતો. અહીં અવાવરું જગ્યામાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ૧૫ દિવસ પહેલાા વટવામાં ખાલી મકાનમાં લઈ જઈને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ મામલે નરાધમની પત્ની અને તે બાદમાં સગીરાને સમગ્ર ઘટનાની જાણ માતાને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.