પડતર માંગણીઓ મુદ્દે ભરૂચ મહેસુલી કર્મચારીઓ માસ સી.એલ પર
(પ્રતિનિધિ) ભરૂચ, મહેસુલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ ના મુદ્દે આંદોલન ને ઉગ્ર બનાવતા કર્મચારી મહામંડળ ના આદેશ ના પગલે ભરૂચ ના કર્મચારીઓ માસ સી.એલ પર રહી કામકાજ થી અળગા રહી દેખાવો કર્યા હતા.
રેવન્યુ તલાટી સર્વંગ ને મહેસુલ વિભાગ માંથી રદ્દ કરી ને પંચાયત મંત્રી કેડર માં મર્જ કરવા,બઢતી અને બદલી સહિત વિવિધ પડતર માંગણીઓ ના મુદ્દે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન નો માર્ગ અખત્યાર કરવામાં આવ્યો છે.આંદોલન ના પ્રથમ તબક્કા માં વર્ક ટુ રૂલ અને કાળી પટ્ટી ધારણ કર્યા બાદ પણ આ મુદ્દે સમાધાન ન સધાતા કર્મચારીઓ એ માસ સી.એલ પર ઉતરી જઈ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી સંકુલ ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી તેઓની માંગણીઓ પૂરી કરવાની માંગ બુલંદ કરી હતી તેમજ આગામી ૨૯ ની ઓગષ્ટ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ ની પણ ચીમકી ઉચ્ચારી છે. મહેસુલી કર્મચારીઓ ની પડતર માંગણીઓ ના મુદ્દે સરકાર કેવું વલણ અખત્યાર કરે છે તે જોવું રહ્યું.*