સાત એપ્રિલે છાત્રોની સાથે વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કરશે
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત એપ્રિલ ૨૦૨૧ના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ છાત્રો,સ્ટુડેંટ્સ અને વાલીઓને સંબોધીત કરશે કાર્યક્રમનું આયોજન વર્ચુઅલ મોડમાં સાંજે સાત વાગે કરવામાં આવશે આ સંબંધમાં વડાપ્રધાને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી માહિતી આપી છે. વડાપ્રધાને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આપણા બહાદુર એગ્ઝામ વોરિયર્સ વાલીઓ અને શિક્ષકોની સાથે વિવિધ વિષયો પર અનેક મજેદાર સવાલ અને યાદગાર ચર્ચા સાત એપ્રિલને સાંજે સાત વાગે જાેવો જાેવો પરીક્ષા પે ચર્ચા
વડાપ્રધાને ટ્વીટની સાથે પરીક્ષા પે ચર્ચાના સંબંધમાં એક વીડિયો પણ જારી કરી છે વડાપ્રધાનના સત્તાવાર ટ્વીટર પેજ પર જઇ તેને ચેક કરી શકે છે. પરીક્ષા પે ચર્ચા ૨૦૨૧ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ૧૪ માર્ચ ૨૦૨૧ સુધી પુરી કરવામાં આવી હતી રિપોર્ટ અનુસાર પરીક્ષા પે ચર્ચા ૨૦૨૧ માટે ૧૨ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયું છે જેમાં નવ લાખથી વધુ છાત્ર, બે લાખથી વધુ શિક્ષક અને ૧ લાખથી વધુ વાલીઓની સંખ્યા હતાં ચર્ચા દરમિયાન વડાપ્રધાનથી સવાલ પુછવા માટે પ્રતિયોગિતાના માધ્યમથી છાત્રોની પસંદગી કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર વિજેતાઓમાંથી સ્ટુડેંટ્લનો એક નાનો સમૂહ સીધો વડાપ્રધાનની સાથે વાતચીત કરશે અને તેને પ્રશ્ન પુછવાની તક મળશે જયારે વિજેતાઓને વડાપ્રધાનની સાથે તેમના ઓટોગ્રાફ કરવામાં આવેલ તસવીર પણ આપવામાં આવશે સ્કુલ અને કોલેજના સ્ટુડેંટ્સની સાથે વડાપ્રધાનના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા ૧.૦નું આયોજન પહેલીવાર ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ તાલકટોરા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.વર્ષ ૨૦૨૧માં આ કાર્યક્રમનું ચોથા સંસ્કરણ છે.
મોદીએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પોતોના રેડિયો કાર્યક્રમ મન કી વાતના ૭૪મં સસંસ્કરણને સંબોધિત કર્યા હતાં આ દરમિયાન વડાપ્રધાને યુવા છાત્રોની આગામી વાર્ષિક પરીક્ષાઓના સંબંધમાં પણ ચર્ચા કરી હતી.