૬૦ હજારનો પગાર ધરાવતા સરકારી અધિકારી પાસે ૯.૭૦ કરોડની સંપત્તિ મળી
પટણા: સરકારી અધિકારીઓ સામાન્ય વ્યક્તિના કામો કરવા માટે પૈસાની માગણી કરતા હોય તેવા કિસ્સા અવાર નવાર સામે આવે છે. ત્યારે કેટલીક વખત તો સરકારી અધિકારીઓ પાસે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવું જ કંઈક બિહારના પટનામાં સામે આવ્યું છે. જેમાં માત્ર ૬૦ હજાર રૂપિયાની આવક ધરાવતા સરકારી કર્મચારી પાસે ૯.૭૦ કરોડ કરતાં વધુની સંપતિ મળી આવી હતી. ૬૦ હજારના પગારદાર મહેસુલી કર્મચારી પ્રભારી સર્કલ ઇન્સ્પેક્ટર કુમાર મનીષ પાસે આટલી મોટી સંપત્તિ ક્યાંથી આવી તે પણ એક ચર્ચાનો વિષય છે. આ સમગ્ર ઘટના પટનાના વૈશાલી જિલ્લાના બાજીપુરા વિસ્તારની છે.
સર્વેલન્સ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના અધિકારીઓની તપાસ દરમિયાન પ્રભારી સર્કલ ઇન્સ્પેક્ટર કુમાર મનીષ પાસેથી તપાસ દરમિયાન ૨૫ કરતાં વધુ પ્લોટના દસ્તાવેજાે મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજ કુમાર મનીષ અને તેની પત્ની મુન્ની કુમારીના નામ પર હોવાની માહિતી સામે આવી હતી. આ સાથે જે વિસ્તારમાં મનીષ રહેતો હતો તે વિસ્તારમાં જ આ પ્લોટ હોવાનું સામે આવ્યું હતું. અધિકારીને તપાસ દરમિયાન વધુ જાણવા મળ્યું હતું કે, ૬૦ હજારનો પગારદાર સરકારી કર્મચારી લક્ઝરી કારનો માલિક છે અને કુમાર મનીષની પત્ની મુન્ની કુમારી પાસે સોના-ચાંદી અને હીરાના દાગીના પણ છે.
સર્વેલન્સ ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓ દ્વારા હાલ સરકારી અધિકારી અને તેની પત્નીના બેંક ખાતાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કુમાર મનીષ પાસે અને તેની પત્ની પાસે આવક કરતાં વધુ સંપત્તિ મળી આવતા તેમની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ બંનેની પૂછપરછ દરમિયાન પોલીસ દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, બંને પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી કઈ રીતે તેમને આ સંપત્તિ જમા કરી અને નોકરી સિવાય તેમની પાસે આવકનો બીજાે કયો સ્ત્રોત ઉપલબ્ધ છે? આ સવાલના જવાબ મનીષ દ્વારા આપવામાં આવ્યા નહોતા.
આ સમગ્ર ઘટના ૨૩ ફેબ્રુઆરી છે. ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા હાજીપુરા વિસ્તારમાં રહેતા કુમાર મનીષના ઘરે દરોડો કરવામાં આવ્યો હતો. માત્ર પચાસ હજાર રૂપિયાની લાંચ લેવાના બદલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કુમાર મનીષની અન્ય સંપત્તિ બાબતે પણ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અધિકારીની સંપતિ બાબતે તપસ શરૂ કરવામાં આવી છે. જ્યારે તમામ માહિતીઓ સામે આવી ત્યારે ઇન્વેસ્ટિગેશન કરનારા તમામ અધિકારીઓના હોશ ઉડી ગયા કારણ કે ૬૦ હજારનો પગાર સરકારી અધિકારી કરોડો રૂપિયાની મિલકત લઈને બેઠો હતો. અધિકારીએ જમીનના દાખલાને લઈને ફાઈલને બરતરફ કરવા માટે ૫૦ હજારની માગણી કરી હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. પૈસાની માગણી કરતા ફરિયાદીએ ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું છે.
ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સરકારી અધિકારીની ૨૫-૨૫ હજારની બે ગડ્ડીના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. પૈસા લેવા માટે સી આઇ કુમાર મનીષે ફરિયાદીને નવીન સિનેમા રોડ પર આવેલા કોચિંગ ઓફિસે બોલાવ્યો હતો. તે સમય દ્વારા જ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતું અને અધિકારીએ લાંચ લેતાની સાથે લાંચની રકમ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.