Western Times News

Gujarati News

પોલીસ કર્મી ઉપર હુમલામાં રાજુ ભરવાડ સહિત ૫ જબ્બે

રાજકોટ, રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસના પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ભરવાડ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસે એફઆઈઆરમાં ૧૧ જેટલા નામજાેગ અને સાત અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

ત્યારે માલવિયાનગર પોલીસે હાલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કે, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ઝડપાયેલા આરોપીઓના નામ (૧) રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા(૨) ગેલા સામંત શિયાળીયા(૩) માલા ગેલા શિયાળીયા(૪) નયન ખીમજી કરંગીયા

(૫) પિયુષ કાંતિ ચૌહાણ પકડવાના બાકી આરોપીઓના નામ – (૧) રાજેશ ઉર્ફે રાજુ સંગ્રામ મીર(૨) લાલો સંગ્રામ મીર(૩) છગન સંગ્રામ મીર (૪) કરશન સોંડા જાેગરાણ(૫) રતુમધા મીર(૬) નવધણ ધના જાેગરાણા તથા સાતેક જેટલા અજાણ્યા માણસો જે ગુના અંતર્ગત કુકી ભરવાડ અને તેના માણસોને ઝડપી પાડવા માટે માલવિયાનગર પોલીસે ગોંડલ રોડ સો ફૂટ રીંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ ખાતે પહોંચી હતી.

જ્યાં કુકી ભરવાડ તથા તેના સાથીઓ દ્વારા પોલીસ ઉપર સોડાની બોટલો ફેંકી ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. કુકી ભરવાડ અને તેના સાગરીતો દ્વારા આડેધડ બોટલોના ઘા થતા પીએસઆઇ ઝાલાને માથામાં ઇજા પહોંચી હતી. ઇજા પહોંચવાના કારણે તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા.

તેમ છતાં માલવિયાનગર પોલીસે રાજ ઉર્ફે કૂકીને દબોચી લીધો હતો. પીએસઆઇ ઝાલાને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથાના ભાગે ચાર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.