યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ગુંચવાડો
પિતા હવે સાઢું અને બહેન હવે સાસુ બની
ઝારખંડ: ઝારખંડમાં યુવકને સંબંધમાં માસી થતી યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવકના માસી સાથે લગ્ન કરવાની જાણ થતાં જ ગામ અને ઘરના લોકોએ ભારે વિરોધ કર્યો હતો. આમ યુવકે શુભચિંતકના ઘરે રાત વિતાવ્યા પછી બીજા દિવસે સંતાઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને બંને પક્ષોને સમજવાની લગ્ન માટે રાજી કરી લીધા હતા. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આ ઘટના ઝારખંડના ચતરા જિલ્લાના સદર પ્રખંડના રક્સી ગામની છે. સોનુના અને સંબંધમાં માસી ગણાતી યુવતી સાથે પ્રેમ પ્રસંગ ચલી રહ્યો હતો. બંને આશરે એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શુક્રવારે ૨ એપ્રિલે સોનુએ સંબંધમાં માસી લાગતી પોતાની પ્રેમિકા સાથે ભાગીને હેરુઆ નદી સ્થિત શિવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બાદ પુત્ર પોતાના જ પિતાનો સાઢું બની ગયો હતો.
યુવકની માતા જે યુવતીની બહેન લાગતી હતી એ હવે પુત્રવધૂ થઈ ગઈ છે. આ લગ્નની ખબર જેવા યુવક અને યુવતીના ઘર અને ગામના લોકોને મળી તો લોકો વિરોધમાં ઉતરી આવ્યા હતા. વિરોધ બાદ ત્યાંથી કોઈ રીતે ભાગીને બંને શુભચિંતકના ત્યાં સંતાઈ ગયા હતા. જેમતેમ કરીને રાત વિતાવ્યા બાદ સદર પોલીસ સ્ટેશન પહોંચીને આખી વાત વર્ણવી હતી. સોનુ રાણા અને તેની સાથે લગ્ન કરનારી યુવતી પુખ્તવયના હતા. આમ પોલીસે બંનેના પરિવારને બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં આવેલા બંનેના પરિવારને પોલીસે સમજાવ્યા હતા.
પરંતુ કોઈ સંબંધોને તાર તાર કરનારા આ લગ્નને માનવા માટે તૈયાર ન હતું. જાેકે, બંને પ્રેમી એકબીજા સાથે રહેવા માટે જીદ પકડી હતી. આવી સ્થિતિમાં યુવક અને યુવતી પુખ્ત હોવાના કારણે પોલીસે બંનેના પરિવારને સમજાવીને લગ્ન માટે રાજી કરી લીધા હતા. બંને પક્ષની હાજરીમાં એક બોન્ડ ભરાવીને યુવક અને યુવતીના સુખી લગ્નજીવન માટે આશિર્વાદ આપીને ઘરે મોકલી દીધા હતા. લગ્ન કર્યાબાદ જ્યારે વહૂ ઘરે પહોંચી તો દુલ્હાના ઘરે રોનાનું શરુ થયું હતું. પરંતુ માતા પોતાની જ પિતરાઈ બહેનને પુત્રવધૂના રૂપમાં જાેઈને ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી હતી. ગ્રામિણોએ જેમતેમ કરીને યુવક અને યુવતીના માતા-પિતાને સમજાવીને ચુપ કરાવ્યા હતા. હૈદરાબાદમાં ખાનગી નોકરી કરનાર સોનુનું કહેવું છે કે એ જ્યાં પણ રહેશે ત્યાં સોનીને સાથે જ રાખશે.