સિવિલ હોસ્પિટલમાં ૩૦૮ વ્યક્તિઓને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી સુપેરે ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૬૫ હેલ્થકેર વર્કરોને અને ફ્રંટલાઇન વોરીયર્સે રસીકરણ કરાવ્યું હતુ. જયારે કોમોર્બિડીટી ધરાવતા ૧૫૪ વ્યક્તિઓ અને ૩૯ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી હતી.
પહેલી એપ્રિલથી ૪૫ થી વધુ વયના નાગરિકો માટે શરૂ થયેલા કોરોના રસીકરણના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૫૦ વ્યક્તિઓએ કોરોના રસીકરણનો લાભ લીધો હતો.