આમિરની પુત્રી તેના નામના ખોટા ઉચ્ચારણથી છંછેડાઇ
મુંબઈ: બોલિવૂડમાં એક્ટિંગ માટે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન પણ સોશ્યલ મીડિયા સેલિબ્રિટી છે. તે કોઇના કોઇ કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખર સાથેના સંબંધોની જાણકારી આપી હતી. ઈરા ખાન સોશ્યલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે.
જેથી અવારનવાર તેની પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં તે એક વિચિત્ર કારણથી પરેશાન થઈ રહી છે. તેણે આ તકલીફની જાણકારી સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી છે. વાત એમ છે કે, ઈરા ખાન એવા લોકોથી પરેશાન છે જેઓ તેનું નામનું ઉચ્ચારણ ખોટી રીતે કરે છે. આ સાથે જ તેણે ડિપ્રેશન અંગે પણ ખુલીને વાત કરી હતી. વિગતો મુજબ ઇરા ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો.
જેમાં તેણે ચોખવટ કરી છે કે તેના નામનું ઉચ્ચારણ કેવી રીતે કરવું. રવિવારે તેણે પોસ્ટ કરેલા વિડીયોમાં જણાવ્યું છે કે, ચાહકો તેને ઈરા કહીને ચીડવે છે, માટે જે પણ વ્યક્તિ તેનું નામ ખોટી રીતે લેતું હોય તેને જાણ થાય કે તેનું નામ ઈરા નહીં પરંતુ આયરા છે. વિડીયોમાં તેણે કહ્યું છે કે, જે પણ તેનું નામ ખોટી રીતે ઉચ્ચારણ કરે છે તેને ૫ હજાર સ્વેર જારમાં મૂકવા પડશે. ઉલ્લેખનીય છે કે તેણે તાજેતરમાં કહ્યું હતું
તે ઘણા સમય સુધી ડિપ્રેશનનો શિકાર રહી હતી. હું ડ્રગ્સ નથી લેતી, કે નથી મેં ક્યારેય પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું. હું વધુ દારૂ પણ પીતી નથી. કોફી પણ વધુ લેતી નથી. હું ડિપ્રેશનમાં આવું કંઈ કરતી નથી. પરંતુ ડિપ્રેશનમાં એ સમજાતું નહોતું કે હું કેમ દુઃખી છું? મારા માતા-પિતાના છૂટાછેડા થયા ત્યારે હું નાની હતી. જાેકે, મને તેનાથી ધ્રાસકો લાગ્યો ન હતો. કારણ કે તે બંનેએ સહમતિથી છૂટાછેડા લીધા હતા.