પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ બજારમાં માસ્ક ડ્રાઇ યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/03-1024x473.jpeg)
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા વધતા જતા કોરોના ના કેસો ને લઈ ને પ્રાંતિજ બજાર મા સોશિયલ ડીસટન જળવાઇ રહે અને વેપારીઓ સહિત બજાર મા આવતા જતા લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે આજે પ્રાંતિજ પીઆઈ પી.એલ વાધેલા દ્રારા પ્રાંતિજ બજાર મા માસ્ક ડ્રાઇ યોજીહતી.
પ્રાંતિજ સહિત તાલુકામા વધતા જતા કોરોના ના ઉપરાઉપરી કેસોને લઈ ને આજે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ પી.એલ.વાધેલા દ્રારા એપ્રોચરોડ સહિત બજાર વિસ્તાર મા માસ્ક ડ્રાઇ યોજાઈ હતી અને વેપારીઓ સહિત બજારમા આવતા જતા લોકો ને ફરજીયાત માસ્ક પહેરવા તથા બજાર મા સોશિયલ ડીસટન જળવાઇ રહે તે માટે વેપારીઓ સહિત બજારમા આવતા લોકો ને અપીલ કરવામા આવી હતી અને ફરજીયાત માસ્ક પહેરવા જણાવ્યુ હતુ તો બજારમા માસ્ક ડ્રાઇ વખતે ધુમ બાઇક ચલાવી માસ્ક વગર ફરતા કેટલાક બાઇક સવારો સામે કાયદેસર ની કાર્યવાહી પણ હાથધરી હતી
તો બજાર મા આવતા જતા લોકો સહિત વેપારીઓએ માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરી હતી અને માસ્ક નહી પહેનાર સામે પ્રાંતિજ પોલીસ દ્રારા દંડ સહિત ની કાર્યદેસર ની કાર્યવાહી કરવામા આવશે તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ પી.એલ.વાધેલા , પીએસઆઇ એસ.જે.ગોસ્વામી , પોલીસ કોન્સ્ટેબલ દિપકસિંહ , માનસિંહ , રાજેન્દ્ર સિંહ , વસંતભાઈ સહિત નો પોલીસ સ્ટાફ દ્રારા બજાર એપ્રોચરોડ ઉપર માસ્ક ડ્રાઇ યોજી હતી અને વેપારીઓ સહિત આવતા જતા લોકો મા કોરો ના અંગે ની જાગૃતિ સાથે ફરજીયાત માસ્ક પહેરવા જણાવ્યુ હતુ .