દેશના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમના હશે,રાષ્ટ્રપતિની મંજુરી
નવીદિલ્હી: દેશના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડે ૨૩ એપ્રિલે નિવૃત થઇ રહ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવંદે દેશના આગામી મુખ્ય ન્યાયમૂર્તિના નામ પર મહોર મારી દીધી છે. તેમણે ન્યાયમૂર્તિ એન વી રમનાને સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા છે તે ૨૪ એપ્રિલે પદભાર સંભાળે અને રાષ્ટ્રપતિ તેમને મુખ્ય ન્યાયમૂર્તિ પદના સોગંદ લેવડાવશે ૪૫ વર્ષથી વધુ ન્યાયિક અનુભવ રાખનાર અને બંધારણીય મામલાના જાણકાર એન વી રમનાનો કાર્યકાળ ૨૬ ઓગષ્ટ ૨૦૨૨ સુધી રહેશે
આંધ્રપ્રદેશના રહેવાસી એન વી રમના વર્ષ ૨૦૦૦માં આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં સ્થાયી જજ તરીકે ચુંટાયા હતાં ફેબ્રુઆરી ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ પહેલા તે દિલ્હી હાઇકોર્ટમાં હતાં. ૬૩ વર્ષીય નુથાલપતિ વેકેટ રમનાએ ૧૦ ફેબ્રુઆરી ૧૯૮૩થી પોતાના ન્યાયિક કેરિયરની શરૂઆત કરી હતી તેમણે આંધ્રપ્રદેશથી વકીલ તરીકે શરૂઆત કરી હતી.
ત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ આંધ્ર પ્રદેશ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ વકાલત કરી હતી તેમણે બંધારણીય અપરાધિક અને ઇટર સ્ટેટ નદી જળ વિતરણના કાનુનોના ખાસ જાણકાર માનવાાં આવે છે લગભગ ૪૫ વર્ષનો લાંબો અનુભવ રાખનારા એન વી રમના સુપ્રીમ કોર્ટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવનારી બંધારીય બેંચનો હિસ્સો રહ્યો છે.