ભ્રષ્ટ્રાચારના મામલામાં ફસાયેલા અનિલ દેશમુખ પહેલા મંત્રી નથી
મુંબઇ: મહારાષ્ટ્રમાં એટીલિયા કેસ બાદ સામે આવેલ વસુલીકાંડે રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખને પુરી રીતે શિકંજામાં લઇ લીધા છે.આ મામલામાં સીબીઆઇ તપાસના આદેશ બાદ તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતું. પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અનિલ દેશમુખ ભ્રષ્ટ્રાચારમાં ફસાયેલા મહારાષ્ટ્રના પહેલા મંત્રી નથી તેમના પહેલા અનેક દિગ્ગજ નેતા પણ કૌભાંડની ચેપેટમાં આવી ચુકયા છે ત્યાં સુધી કે આદર્શ સોસાયટી કૌભાંડમાં તે સમયના મુખ્યમંત્રી અશોક ચોહાણને પણ રાજીનામુ આપવું પડયુ હતું.
મહારાષ્ટ્રની રાજનીતિમાં આદર્શ સોસાયટી કૌભાંડ બદનુમા દાગની જેમ છે.હકીકતમાં કારગિલ યુધ્ધના શહીદોની વિધવાઓ માટે મુંબઇમાં આદર્શ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બનાવવામાં આવી હતી તે દરમિયાન અશોક ચવાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. કહેવાય છે કે તેમણે પોતાના સંબંધીઓને ખુબ જ ઓછા ભાવે આ ઘર આપ્યા હતાં.જયારે બીજા નેતાઓ અને સેનાના અધિકારીઓએ પણ આ ઘરોની ખરીદ વેચાણ કરી હતી આ મામલો આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને તે સમયના મુખ્યમંત્રી અશોક ચવાણને રાજીનામુ આપી દેવું પડયુ હતું.
જયારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસની સરકાર હતી તે દરમિયાન ચ્હા કૌભાંડ પણ સામે આવ્યું હતું કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં દરરોજ ૧૮,૫૦૦ કપ ચ્હાનો વપરાશ થાય છે તેના માટે કોંગ્રેસ તરફથી આંકડા પણ જારી કરવામાં આવ્યા હતાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે આરટીઆઇનો હવાલો આપતા ત્રણ વર્ષ દરમિયાન સીએમઓમાં ચ્હાના વપરાશનું વિવરણ આપ્યું હતું.આરટીઆઇ અનુસાર ૨૦૧૭-૧૮માં મહારાષ્ટ્ર સીએમઓમાં ૩,૩૪,૬૪,૯૦૪ રૂપિયાની ચ્હા
પીવાઇ ગઇ જયારે વર્ષ ૨૦૧૫-૧૬માં આ આંકડો ૫૭,૯૯,૧૫૦ રૂપિયા હતાં.
દેવેન્દ્ર ફડનવીસના શાસનમાં જ મહારાષ્ટ્રમાં ઉંદર કૌભાંડ પણ સામે આવ્યું હતું હકીકતમાં મહારાષ્ટ્ર સરકારમાં તે સમયના મંત્રી એકનાથ ખડસેએ દાવો કર્યો હતો કે તેમણે એક અઠવાડીયામાં ૩,૧૯,૪૦૦ ઉંદરને માર્યા હતાં તેના પર કોંગ્રેસે રાજય સરકારની ટીકા કરી અને કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ દેવેન્દ્ર ફડનવીસ સરકારે દાવો કર્યો કે ઉદર મારવા માટે ૩,૧૯,૪૦૦ કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો