ઈસનપુરમાં ગેંગરેપ પીડીતાની માતાને ફરીયાદ પાછી લેવા પોલીસ સ્ટેશનમાં જ ધમકી
(પ્રતિનિધિ) અમદાવાદ, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ નોંધાયેલા સગીરાના ગેંગરેપમાં સગીરાની માતાને પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓના સગાએ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે આ શખ્સોએ પહેલ તેમને રૂપિયાનું પ્રલોભન આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે થોડા દિવસ અગાઉ એક મહીલાએ તેની પુત્રી સાથે સાવકા પિતા સહીત પાંચ લોકોએ ગેંગરેપ કર્યાની ફરીયાદ કરી હતી આ ફરીયાદના સંદર્ભે મહીલા મંગળવારે સવારે ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી. જયાં આરોપી હસમુખ તથા રવિના સગા પણ હાજર હતા
તેમાંથી બે શખ્સો તેમને પોલીસ સ્ટેશનની બાજુમાં લઈ ગયા હતા અને આરોપી રવિના સંબંધી રણજીત દંતાણી તેમને ફરીયાદ પાછી ખેંચી લો તો તમને રવિના ઘરવાળા તથા મારી સાથેના આ હસમુખના બનેવી જયેશભાઈ પરમાર પાસેથી ૧૮ હજાર રૂપિયા ઉપરાંત અન્ય ખર્ચા અપડાવીશ તેવી વાત કરી હતી
અને જયેશે ધમકીભર્યા અવાજમાં ફરીયાદ પાછી લો નહીતર છોકરીનાની છે તેમ કહયુ હતું જેના પગલે મહીલા તુરંત પોલીસ સ્ટેશનમાં ગઈ હતી અને ઘટના જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી બાદમાં મહીલાની ફરીયાદના આધારે જયેશ પરમાર અને રણજીત દંતાણી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.