બોપલ સહિત અન્ય પાંચ પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના લટકી

South Bopal
બે વર્ષ પહેલાં પાંચ પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની દરખાસ્તને કોરોના નડ્યો-જેમાં બોપલ, અમીયાપુર, કોટેશ્વર, ત્રાગડ અને કઠવાડામાં પાંચ પ્લોટ પડ્યા હતા. જેનો વિકાસ કરવાનુ નક્કી કરાયુ છે.
(એજન્સી) અમદાવાદ, ઔડાએ બે વર્ષ પહેલાં અમદાવાદ શેહરને અડીને આવેલા બોપલ-અમીયાપુર, કોટેશ્વર, ત્રાગડ અને કઠવાાના વાણિજ્ય સહિત અન્ય હેતુ માટેના પ્લોટનો વિકાસ કરવાની યોજના બનાવી હતી. આ પાંચેય પ્લોટમાં પીપીપી ધોરણે સ્થાનિકોના મનોરંજન અને રમતગમત માટેે એમ્યુઝમેેન્ટ પાર્ક બનાવવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. પણ કોરોના મહામારીના કારણે આ યોજના આગળ વધી શકી નહોતી.
ઔડાએ ગત તા.પમી માર્ચે ર૦૧૯ના રોજ મળેલી બોર્ડની મીટીંગમાં જાહેર જનતા માટે પાંચ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની દરખાસ્ત મંજુર કરી હતી. જેમાં ઔડાએે જણાવ્યુ હતુ કે જૂના વિસ્તારમાં ઔડા હસ્તકના વાણિજ્ય વેચાણ માટેેના હેતુ અને નેબરહુડ હેતુ માટેના પ્લોટ પડ્યા છે. જેમાં બોપલ, અમીયાપુર, કોટેશ્વર, ત્રાગડ અને કઠવાડામાં પાંચ પ્લોટ પડ્યા હતા. જેનો વિકાસ કરવાનુ નક્કી કરાયુ છે.
ઔડાનો હેતુ હતો કે આ પ્લોટ પર દબાણ ન થાય, તેમાંથી ભાડુ નીકળે તથા પ્લોટનું મેઈન્ટેનન્સ થાય એ માટે પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાના હતા.
ઔડાની યોજના એવી હતી કે આ પાંચેય પ્લોટ માટે પ્રપોઝલ મંગાવી, ભાડેે આપીને તેમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા. તે માટે તમામ પ્રક્રિયા કરવા માટે કન્સ્લટન્ટ ની નિમણુંક કરવાની હતી પણ કોરોના મહામારીના કારણે આ પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. અને આગળ વધી શકી નથી.