Western Times News

Gujarati News

હોસ્પિટલોના નિયમોના ભંગના કિસ્સામાં 5 લાખ સુધીના દંડની જાેગવાઈ

પ્રતિકાત્મક

હોસ્પીટલોમાં સારવાર, સગવડ અને ચાર્જ દેખાય એ રીતે બોર્ડ પર લખવા પડશે-હોસ્પીટલ, નર્સિગ હોમ અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન રદ કરવાની પણ જાેગવાઈ કરવામાં આવી છે.

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં ગણતરીના દિવસોમાં જ સરકારી,ગ્રાંન્ટેડ અને પ્રાઈવેટ હોસ્પીટલોમાં રજીસ્ટ્રેશન, રોગની સારવાર, સગવડ તેનો પ્રકાર અને ચાર્જીસ સહિતની વિગતો દેખાય એવી રીતે બોર્ડ પર જાહેર કરવી પડશે. વિધાન સભામાં ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીસમેન્ટસ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) એકટ ર૦ર૧ (સીએેઈ)ના વિધેેયકમાં આ જાેગવાઈ કરાઈ છે.

વિધાન સભાના છેલ્લા દિવસે આવેલા વિધેયકમાં હોસ્પીટલ ઉપરાંત લેબોરેટરી, નર્સિગ હોમને પણ આવરી લેવામાં આવ્યા છે. આ કાયદાના અમલથી હોસ્પીટલ સહિતના તમામ ક્લિનીકલ એકમોને પોતાને ત્યાં થતી સારવાર, દર્દીઓના રીપોર્ટ, દવાઓ અને તેના પેટે લેવાયેલા ખર્ચ સંબંધિત વિગતોની માહિતી સ્ટેટ કાઉન્સીલ અને જીલ્લા ઓથોરીટીને મોકલવી પડશે.

પ્રસ્તુત કાયદામાં પ્રાઈવેટ હોસ્પીટલો દ્વારા ઉતરતી કક્ષાની આરોગ્ય સેવાઓ, બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો, લાયકાતથી વિપરીત અને ઉપરવટ જઈને સારવાર કરતા તબીબો, નિયત કરતા વધુ રકમ, વસુલાત જેવી બાબતોમાં નાગરીકો દ્વારા થતી ફરીયાદોના ઉકેેલ માટે સ્ટેટ કાઉન્સીલ અને ડીસ્ટ્રીક્ટ ઓથોરીટીનેે અધિકાર આપવામાં આવ્યો છે.

એટલું જ નહીં પણ કાઉન્સીલ અને ઓથોરીટીના સભ્યોનેે રૂબરૂ તપાસથી આગળ વધીને પ્રાઈવેટ હોસ્પીટલો અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વરા રજુ થતાં ખોટા કલેઈમ પણ ચકાસી શકશે.

અમલના છ મહિનામાં જ રાજયની તમામ હોસ્પીટલ, નર્સિગ હોસ્પિટલો, લેબોરટરીમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને તેની માહિતી નાગરીકો જાેઈ શકશે. આ કાયદાના ભંગ બદલ સંચાલકો, ડોક્ટરો સામે રૂા.પ૦ હજારથી લઈને પાંચ લાખના દંડ અને હોસ્પીટલ, નર્સિગ હોમ અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન રદ કરવાની પણ જાેગવાઈ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.