Western Times News

Gujarati News

ગિફટ વાઉચર કે ગિફ્ટ કાર્ડ પર GST લગાવી શકાય નહી

(એજન્સી) નવીદિલ્હી, ગીફટ કાર્ડ અને વાઉચર પર કોઈ જાતના જીએસટી લગાવી શકાય નહી. એવુૃ અપીલેટ ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ (એએએઆર)ની તામિલનાડુ બેચેે જણાવ્યુ હતુ. વાઉચર અને કાર્ડ પર નહીં, પરંંતુ તેના બદલામાં મળનારી વસ્તુ કે સેવા પર જીએસટી લાગી શકે. એવો મહત્ત્વનો નિર્દેશ ખંડપીઠે આપ્યો હતો.

ગિફટ કાર્ડ કે વાઉચર પર પણ જીએસટી લાગુ થાય, તો બવડો વેરો વસુલાત થઈ જાય. કેમ કે તે કાર્ડ, વાઉચર આપીને મળતી વસ્તુઓ કે સેવા પર તો જીએસટી લાગે જ છે. આમ, કોર્ટેે લોકોને બેવડા વેરાના બોજમાંથી રાહત આપતા ફેંસલો આપ્યો છે. ગિફટ વાઉચર પર જીએસટી હંમેશાથી સંદિગ્ધ અને ભ્રમનો મામલો રહ્યો છે.

એએએઆરના આ આદેશથી લાખો ઉપભોકતાઓને રાહત મળશે. જે વ્યાપક પ્રમાણમાં ગિફટ કાર્ડ કે વાઉચરનો ઉપયોગ કરતા હોય છે. ખાસ ઉલ્લેખનીય છે કે, એપીલેટ કોર્ટેે કાગળવાળા પ્રિપેઈડ વાઉચર પર ૧ર ટકા અને મેગ્નેટીક સ્ટ્રીપવાળા વાઉચર પર ૧૮ ટકાના જીએસટી વસુલવાનો ફેંસલો આપ્યો હતો. જાે કે આ ફેસલામાં સુધારો કરતા કોર્ટની ખંડપીઠે આખરે સ્પષ્ટ કર્યુ હતુ કે ગીફટ કાર્ડ કે વાઉચર પર જીએસટી નહીં લાગે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.