શિરીન મિર્ઝા આ વર્ષે જ બોયફ્રેન્ડ સાથે પરણી જશે
મુંબઈ: યે હૈ મહોબ્બતે’ની એક્ટ્રેસ શિરીન મિર્ઝાએ અગાઉ જણાવ્યું હતું કે, તે આ જ વર્ષે બોયફ્રેન્ડ હસન સરતાજ સાથે પરણી જવાનું પ્લાનિંગ કરી રહી છે. ત્યારે એક્ટ્રેસે તેના લગ્નની ખરીદી શરુ કરી દીધી છે અને હાલ તે દિલ્હીમાં છે. વાતચીત કરતાં શિરીને કહ્યું કે, હા, હું દિલ્હીમાં છું અને લગ્ન માટે ખરીદી શરું કરી દીધી છે. હકીકતમાં, મારા થનારા સાસુ-સસરા દિલ્હીમાં રહે છે અને હું તેમને મળું તેવું તેઓ ઈચ્છતા હતા. આ સિવાય છેલ્લી ઘડીએ ખરીદી કરીને હું મારી જાતને નિરાશ કરવા નહોતી માગતી.
તેથી, હું મારા માતા-પિતા સાથે દિલ્હીમાં છું. બંનેનો પરિવાર એકબીજાને મળ્યો હતો અને ખરીદી શરુ કરી હતી. આ સિવાય મને મારા સાસરાની મુલાકાત લેવાની પણ તક મળી હતી. હસનના પિતા ખૂબ સારા છે અને તેઓ મને દીકરીની જેમ રાખી રહ્યા છે. તેઓ મને બગાડવાની એક પણ તક જતી કરતા નથી અને કહેતા રહે છે કે, હું તેમની દીકરી છું. શિરીને કેટલાક આઉટફિટની સાથે જ્વેલરી પણ ખરીદી છે. તેણે કહ્યું કે, લગ્નની તારીખ હજું નક્કી કરાઈ નથી, તેમ છતાં અમે ખરીદી શરુ કરી દીધી છે
કારણ કે તેમાં વધારે સમય લાગે છે. હાલ, હું પ્રી-વેડિંગ વેઅર પર ધ્યાન આપી રહી છું. મુંબઈ ગયા બાદસ મારા માટે પરત આવવું અને શોપિંગ કરવું મુશ્કેલ થશે. તેથી, અને અત્યારે મહેંદી અને અન્ય સેરેમની માટે ખરીદી કરી રહ્યા છે. વેડિંગ લહેંગા માટે હું વધારે શોધ કરી રહી છું. મેં એક મલ્ટી-કલરનો લહેંગો ખરીદ્યો છે. આ સિવાય કેટલાક ગાઉન લીધા છે જે નાનકડા ફંક્શનમાં પહેરીશ. ખરીદી દરમિયાન હું આઉટફિટમાં થોડો રાજસ્થાની ટચ હોય તેવું શોધતી હતી. હું રાજસ્થાની છું, રાજસ્થાનમાં ઉછરી છું તો હું તે મૂળને કેવી રીતે ભૂલી શકું? ખરીદી દરમિયાન શિરીને દિલ્હી ચાટની મજા લીધી હતી. ‘મને અને હસનને ચાટ ખૂબ ભાવે છે અને દિલ્હી આવીને ચાટ ન ખાઈએ તેવું કેવી રીતે બની શકે. તેથી અમે ચાંદની ચોક ગયા હતા અને ત્યાં દહી ભલ્લા તેમજ ગોલગપ્પા ખાધા હતા. આ સિવાય ઈન્ડિયા ગેટ પાસે આઈસક્રીમ પણ ખાધો હતો’.