‘હું તો બોલીશ’ હવે પૂર્ણ કક્ષાના પ્રાઇમ ટાઇમ શો તરીકે ABP અસ્મિતા પર શરૂ
ABP અસ્મિતા પર રોનક પટેલ દ્વારા સંચાલિત લોકપ્રિય સેગમેન્ટ ‘હું તો બોલીશ’ હવે પૂર્ણ કક્ષાના પ્રાઇમ ટાઇમ શો તરીકે શરૂ
અમદાવાદ, નવીન અને તાજી સામગ્રી પીરસવાની ખાતરી આપવાના ઉદ્દેશ સાથે ABP અસ્મિતાએ નવો પ્રાઇમ ટાઇમ શો ‘હું તો બોલીશ’શરૂ કર્યો છે, જે આઠ મહિના અગાઉ ન્યૂઝ ચેનલ પર લોકપ્રિય સેગમેન્ટ તરીકે શરૂ થયો હતો. આ સેગમેન્ટની વધતી લોકપ્રિયતામાંથી પ્રેરિત થઈને ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતાએ હવે એને પૂર્ણ કક્ષાના કાર્યક્રમ તરીકે ઔપચારિક રીતે શરૂ કર્યો છે, જેનું સંચાલન પ્રસિદ્ધ પત્રકાર અને ABP અસ્મિતાના એડિટોરિયલ હેડ શ્રી રોનક પટેલ કરે છે.
સામાન્ય રીતે પ્રસારિત થતાં શોમાં દરરોજ અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ‘નિષ્ણાતો’ અને ‘પ્રવક્તાઓ’ સામેલ થાય છે, પણ ઘણી વાર તેઓ આ મુદ્દા સાથે સંબંધિત મુખ્ય ઓથોરિટી કે સંબંધિત વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ નિવડે છે. આ શોની જરૂરિયાત પૂર્ણ કરવા ABP અસ્મિતા પથપ્રદર્શક ફોર્મેટ ધરાવે છે, જે ગુજરાતી પ્રાઇમ-ટાઇમ ન્યૂઝમાં અગાઉ ક્યારેય જોવા મળી નથી.
અગાઉ ABP અસ્મિતાનાં ‘હું તો બોલીશ’ સેગમેન્ટમાં ભાજપના પૂર્વ નેતા કાંતિ ગામિતની પૌત્રીના સગાઈની ઘટનાને આવરી લેવામાં આવ્યો હતો, જેમાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. શોએ હસ્તક્ષેપ કર્યા પછી કાંતિ ગામિતના પુત્ર જિતુ ગામિતની એ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા બદલ અટકાયત થઈ હતી અને તાપી જિલ્લાના પીઆઈ સી કે ચૌધરી અને હેડ કોન્સ્ટેબ્લ નીલેશને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
ઉપરાંત શોમાં જૂનાગઢમાં વિવાદાસ્પદ પદવીદાન સમારંભ કાર્યક્રમને પણ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારે બનાવેલા કોવિડ-19ના નીતિનિયમો તૂટ્યાં હતાં. એનું પ્રસારણ થયા પછી તાલીમ વિભાગના એડીજીપીએ તપાસનો આદેશ આપ્યો હતો અને 4 દિવસની અંદર તપાસ અહેવાલના તારણો રજૂ કરવા જણાવ્યું હતું.
પોતાની વિશિષ્ટ ફોર્મેટને કારણે આ નવા શોમાં નિયમિતપણે ‘રોજિંદા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ’પર એપિસોડ પ્રસારિત થશે, જેમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્ટોરીમાં સમયસર પત્રકારત્વ, ઉપયોગી જાણકારીઓ અને વિશ્લેષણ પ્રદાન કરવામાં આવશે. એન્કર કે સંચાલક રોનક પટેલ સંબંધિત ઓથોરિટીઝને સાંકળીને અને તેમની પાસેથી જવાબો માંગીને ગુજરાતના લોકોને સ્પર્શતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું વિશ્લેષણ કરશે.
આ શો વિશે ABP નેટવર્કના સીઇઓ શ્રી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે,“દરેક નેશનલ સ્ટોરીના મૂળિયા સ્થાનિક નાગરિકોમાં રહેલા હોય છે. અમારું માનવું છે કે, સ્થાનિક નાગરિકોને જોડવાની શ્રેષ્ઠ રીત તેમનો અવાજ રજૂ કરવાની છે અને આ તમામ સ્ટોરી ઓથોરિટીનું ધ્યાન દોરશે.
એટલે આ વિશિષ્ટ અને રોમાંચક ડિબેટ શો ગુજરાતમાં વિવિધ ચાવીરૂપ મુદ્દાઓ પર સંબંધિત રજૂઆત સાથે અમારા દર્શકોને પ્રશંસા મેળવવાની તક પ્રસ્તુત કરે છે. ઉપરાંત આ શો અમારા દર્શકોને દરેક જગ્યાએ નવીન અને બારીક સામગ્રી પીરસવાની અમારી કટિબદ્ધતાનો ભાગ છે.”