Western Times News

Gujarati News

શહેરમાં ઓક્સિજન સપ્લાયની માગમાં ૪ ગણો વધારો થયો

Files Photo

અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયનો પુરવઠો વધ્યો છે. હસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની માંગ ૪ ગણી વધારે થઈ છે. ખાનગી હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતી અમદાવાદમાં ૮ કંપનીઓ છે. એક કંપનીમાંથી એક હૉસ્પિટલમાં પહેલા રોજના ૮ ઓક્સિજન સિલિન્ડર સપ્લાઈ થતા હતાં. જેમાં હાલ વધારો થતાં રોજના ૩૫ સિલિન્ડર સપ્લાઈ થઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.

જાેકે કેસ વધતા હૉસ્પિટલઓમાં ઓક્સિજન સપ્લાઈની માંગમાં ૪ ગણો થયો વધારો. ઓક્સિજન બનાવવા માટે રો મટિરિયલ સપ્લાઈ કરતી એજન્સીઓ તેના સપ્લાય કરવામાં બ્લેક માર્કેટિંગ કરી રહી હોવાના આક્ષેપો ઓક્સિજન સિલિન્ડર તૈયાર કરતી કંપનીઓના માલિકો કરી રહ્યા છે. ઓક્સિજનના સપ્લાયર પ્રણવ શાહ જણાવે છે કે, એક હૉસ્પિટલમાં ૩૫થી ૪૦ ઓક્સિજન ગેસના સિલિન્ડર જઇ રહ્યા છે. જાેકે, આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્પિટલમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં થતી ઓક્સિજન ગેસની સપ્લાય બાબતે ૬૦-૪૦નો રેશિયો રાખવાનું જણાવ્યું છે. જાેકે, તે બાબતે તેઓ કહે છે કે, એવું થશે તો ઇન્ડસ્ટ્રીઝમાં કામ થતા બંધ થશે. રાજ્ય સરકારને સૂચન કરતા તેઓ એ જણાવ્યું કે, ગુજરાત લેવલે એર સ્પ્રેશન પ્લાન્ટ ઘણા છે.

ઓક્સિજન માટે જરૂરી લિકવિડ પરનું ભારણ ઘટાડવા એરસપ્રેશન કાર્યરત રહે તે જરૂરી છે. ભાવનગરમાં ૧૯ એરસપ્રેશન પ્લાન્ટ છે અને આખા ગુજરાતમાં ૧૨૫ પ્લાન્ટ છે. આ પ્લાન્ટસને ફુલફિલ રીતે ચાલુ કરાય તો માત્ર ભાવનગરમાં૧૬૦ ટન પર ડે ઓક્સિજન પ્રોડક્શન છે. જેમાં ૭૦ ટન ભાવનગરમાં વપરાય છે જયારે બાકીનું બચેલું ઓક્સિજન મેડીકલ અને ઇન્ડસ્ટ્રીઝમાં આપી શકીએ.

જાે આ રીતે બધા એર સપ્રેશન પ્લાન્ટ ચાલુ થઈ જાય તો લિકવિડનું ભારણ ઓછું કરી શકાશે. ઓક્સિજનના પ્રોડકસનમાં પણ ચાર ઘણું વધારે થશે. અને ઇન્ડસ્ટ્રીઝને મરતા બચાવી શકાશે. જાે એર સ્પ્રેશન પ્લાન્ટ ચાલુ નહિ થાય તો લિકવિડની શોર્ટજ પડશે અને હૉસ્પિટલની માંગને પહોંચી નહી વળાય. ઓક્સિજન નહિ મળે તો દિવસે દિવસે ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ ગેસ વગર ચાલતી નથી સરકાર આવી ઇન્ડસ્ટ્રીઝ બચાવવા માંગતી હોય તો એર સ્પ્રેશન પ્લાન્ટ ચાલુ કરવા પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.