વ્યક્તિ પોણો કલાકથી બેભાન બાદ પણ ૧૦૮ ન આવી
સુરત: સુરતમાં કોરોના મહામહારીના કારણે ઠેરઠેર દર્દીઓની કતારો લાગી છે. એટલામાં અધૂરામાંપૂરું સામાન્ય સંજાેગોની ઇમર્જન્સી પણ વધી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેરમાં જ એક વાઇરલ ઑડિયોક્લિપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ૧૦૮ વ્યસ્તતાના કારણે ૪૫ મિનિટ સુધી બેભાન પડલે અકસ્માત પીડિતને લેવા માટે જઈ શકી નહોતી.
લસકાણામાં એક વાહન અકસ્માત થયો હતો ત્યારે સ્થાનિકોએ ૧૦૮માં કૉલ કર્યો હતો. આ કૉલ કરનાર વ્યક્તિની ૧૦૮ની પ્રતિનિધિ મહિલા સાથેની વાતચીત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. જાેકે, આ ક્લિપમાં કોઈ અજુગતું નથી પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે રોડ પર ૪૫ મિનિટ સુધી બેભાન પડેલા વ્યક્તિની સારવાર માટે ૧૦૮ ન આવી શકતી હોય તો તેને ઇર્જન્સી સેવા કહેવરાવાનો કોઈ હક્ક નથી તેવી લોક ચર્ચા છે. જાેકે, સુરતમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા કોરોનાના કેસના કારણે ૧૦૮ની સુવિધાને માઠી અસર પહોંચી છે. દર્દીઓને દાખલ કરવા માટે ૧૦૮ની વ્યસ્તતા વધી છે
પરંતુ ૧૦૮ની આવી તે કેવી સેવા કે ૪૫ મિનિટ સુધી બેભાન થયેલા વ્યક્તિને સારવાર માટે અન્ય એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન કરાવી શકે. જાેકે, આ તમામ વાતો વાઇરલ ઑડિયોક્લિપનો ભાગ છે અને હાલમાં તો સંજીવની સમાન ૧૦૮ પર ગંભીર આરોપો લાગ્યા છે ત્યારે આ સ્થિતિ સુરતની કોરોનાની ગંભીર દશાનું પણ ઉદાહરણ આપે છે. માટે લોકોએ આ સમયમાં ચેતી જવાની જરૂર છે. આજે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે ત્યારે સુરતીઓએ હવે કામ વગર નીકળવું ન જાેઈએ. જાેકે, ૧૦૮નું કામ ઇમર્જન્સીમાં સારવાર આપવાનું છે ત્યારે આ સારવાર આપવા માટે જાે સંજીવની સમાન એમ્બ્યુલન્સ જ ન પહોંચી શકતી હોય તો સમજવું કે સ્થિતિ ખૂબ જ ગંભીર છે.