દેશી બનાવટના પરપ્રાન્તના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ખેડા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/15-scaled.jpg)
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશવિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એમ.ડી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી. સ્ટાફના પો.ઇ એમ.ડી.પટેલ , તથા અ.હેડકો . વિનોદકુમાર, ધર્મપાલસિંહ, ઋતુરાજસિહ અમરાભાઇ તથા કેતનકુમાર નાઓ નાઇટ પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન અ.હેડકો . વિનોદકુમાર નાઓને મળેલ બાતમી આધારે ( ૧ ) વિશાલસીંગ શત્રુ સાલસીંગ જાડાવત ઉવ .૨૧ રહે , ઉદેપુર , હિરણમગરી , પાનેરીયોકી માંદડી , ઘર નંબર ૩૬ , તા : જી : ઉદેપુર , રાજસ્થાન નાઓને પોતાના કજા ભોગવટાની ફોર્ચ્યુનર કાર નંબર ડી.એન – ૦૯ – ઇ ૨૯૯૨ માં વગર પાસ – પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતની વિદેશી દારૂની નાની – મોટી કુલ્લે બોટલ નંગ -૫૬૪ કિં.રૂ .૧,૬૦,૮૦૦ -તથા રોકડા રૂ .૮૦૦ / – તથા મોબાઇલ નંગ -૩ કિં.રૂ .૬,૦૦૦ / – તથા કાર -૧ કિં.રૂ .૫,૦૦,૦૦૦ / -મળી કુલ્લે કિંમત રૂ .૬,૬૭,૬૦૦ / -ના મુદામાલ સાથે મળી આવતા પકડી અટક કરી સદર ઇસમ વિરુદ્ધમાં ચકલાસી પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ ગુનો રજી . કરવામાં આવેલ છે અને સદરહું ગુનાની આગળની વધુ તપાસ અ.હેડકો . વિનોદકુમાર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓ કરી રહેલ છે