Western Times News

Gujarati News

સુરતમાં જમીનના ત્રણથી ચાર કરોડ આવ્યા હોવાની આશંકાએ નિવૃત એન્જિનિયરની હત્યા

Files Photo

સુરત: સુરત શહેરના ડુમસ ગામ કાંદી ફળિયામાં એકલા રહેતા નિવૃત એન્જિનિયરના હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવાના ચકચારીત કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ધરપકડ કરેલા પાંચ આરોપીઓની હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં મુંબઈમાં રહેતી મહિલાએ મુતક ભુપેન્દ્રભાઈ પાસે જમીન વેચાણના ત્રણથી ચાર કરોડ આવ્યા હોવાની ટીપ આપી હતી અને બાજુમાં રહેતી તેની બહેન રેકી કરાવ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

ડુમસ ગામ કાંદી ફળિયું દુકાન મહોલ્લામાં જીકલા રહેતા ૬૧ વર્ષીય ભુપેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલના ઘરમાં ગત ૨ એપ્રિલના રોજ મોડીરાત્રે પાછળના દરવાજા તોડી ધાડપાડુઓ ત્રાટક્યા હતા.ભુપેન્દ્રભાઈ સવારે ઘરની બહાર નહી નિકળતા પડોશીઓએ તેમને બુમ પાડી હતી પરંતુ અંદરથી કોઈ જવાબ નહી આપતા શંકા જતા ઘરમાં અંદર જાતા ભુપેન્દ્રભાઈની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ જાવા મળી હતી. સાથે ઘરમાં તમામ સરસામાન વેરવિખેરેલો હતો.

બનાવ અંગે ડુમસ પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીફુટેજ મળી આવ્યા હતા. જેમાં પાંચ જણા ભાગતા દેખાય રહ્યા હતા. સ્થાનિક પોલીસની સાથે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પણ જાેડાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આજે આ કેસમાં બાતમીના આધારે વાંઝગામથી ખરવાસા જતા રસ્તા ઉપર નહેર પાસેથી સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે બાઈક, રોકડા એક લાખ, આઠ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨,૪૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં ધાડપાડુઓને લૂંટની ટીપ ઝડપાયેલા પ્રતાપ હરસુર ઉર્ફે ચીના ગીંડાને ગત તા ૨૭મી માર્ચના રોજ મુંબઈ ખાતે રહેતી મહિલાએ ફોન કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે ડુમસમાં રહેતી તેની બહેન ચેતનાના બાજુમાં રહેતા ભુપેન્દ્રભાઈ પાસે જમીન વેચાણના ત્રણથી ચાર કરોડ આવ્યા છે. તે એકલો રહે છે તેના ઘરમાં લૂંટ કરવા જણાવ્યું હતું અને તેની બહેન ચેતના મળવા માટે કહ્યું હતું.ધાડપાડુઓએ ચેતનાબેનને મળ્યા હતા અને ભુપેન્દ્રભાઈના ઘરની રેકી કરી પુણા વિસ્તારમાંથી બે બાઈક ચોરી કર્યા બાદ ગુનાને અંજામ આપ્યો હતો. ધાડપાડુઓએ ઘરમાં ઘૂસ્યા હોવાનો અવાજ આવતા જ ભુપેન્દ્રભાઈ જાગી જતા તેના માથામાં પિસ્તોલ મારી હાથ-પગ બાંધી મોઢામાં ડુચો મારી મોત નિપજાવ્યા બાદ ચાર લાખ લૂંટી નાસી ગયા હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ત્રણ જણાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

ભુપેન્દ્ર પટેલની હત્યા કરી રોકડા ૪ લાખની લૂંટ કરનાર ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી હાથ ધરેલી પૂછપરછમાં ટોળકી રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. ટોળકીએ બદલાપુર-મુંબઈ ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા ૧૬૦ કરોડની લૂંટ કરવાની યોજના બનાવી હતી. અને તે જગ્યાની રેકી કરી હતી. અને ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી ભુપેન્દ્રભાઈના ઘરે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રતાપ હરસુર ગીડા સામે જુનાગઢ અને સાવરકુંડલા રૂરલ પોલીસમાં લૂંટ, અપહરણ અને આર્મ્સ એક્ટ મુજબ, પીન્ટુ અર્જુન ચૌધરી સામે મલાડ અને કર્ણાટકમાં, કેતન રમેશ ઉર્ફ હરસુખ હડીયા સામે જુનાગઢ, સાવરકુંડલામાં લૂંટ અને આર્મ્સ એક્ટ મુજબ અને મિથુન વાણીયન ઉર્ફે રોહીન સેટ્ટી ઉર્ફે બૈરન સિંહ રાણા સામે કર્ણાટકાઉટ્ટ અને મલાડમાં ગુના નોંધાયા છે.

આરોપીઓના નામ વિશાલ લાખા વાણીયા (રહે,આનંદી હાઈટ્‌સ દેવધ ગામ ગોડાદરા),પ્રતાપ હરસુખ ઉર્ફે ચીના ગીંડા (રહે, આનંદી હાઈટ્‌સ દેવધ ગામ) મિથુન ઉર્ફે શેટ્ટી મોહન વાણીયન (રહે, નાનુ પરમાના મકાનમાં સંતોષી માતા મંદિરપાછળ મુરબાડ કલ્યાણ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.