Western Times News

Gujarati News

અમદાવાદમાં ૨૦ માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જાેડાયા

અમદાવાદ: અમદાવાદની કાલુપુર રેવડી બજારમાં ૨૦ માર્ચના રોજ પાંચ દુકાનોમાં આગ લાગી હતી. જેમાં આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે. એક આખું નવું ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. આગચંપી બાદ પ્રવિણ નામના વ્યક્તિને હવાલાના માધ્યમથી દુબઇમાંથી રૂપિયા પણ ચૂકવવામાં આવ્યાં હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

ક્રાઇમબ્રાંચની પ્રેસ કોન્ફરન્સમાં જાેઇન્ટ સીપી, પ્રેમવીરસિંહના જણાવ્યા પ્રમાણે, પ્રવિણ ફેસબૂકના માધ્યમથી બાબા પઠાણના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.બાબા પઢાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. તેની પર આર્મ્સ એક્ટનો કેસ દાખલ થયો હતો.તે પછી બાબએ ફરીથી પ્રવિણને કહ્યું કે, તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી.

પ્રવિણને બાબાએ પહેલા હથિયાર ખરીદવા માટે ૨૫ હજાર રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને
આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રુપિયા તેને આંગડિયાથી મુંબઇ- દુબઇથી મોકલાયાનું તપાસમાં સામે આવ્યું છે.

બાબાના ફેસબૂક એકાઉન્ટની તપાસ કરતા દેખાયું કે, તેના જે ફ્રેન્ડ્‌સ લિસ્ટમાં લોકો છે તેમના ખાતામાં પણ આવી જ ગતિવીધિઓ જાેવા મળે છે. તપાસમાં સામે આવ્યું કે, આઈએસઆઈના ઇશારે આ નવું મોડ્યુલ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ક્રમીનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાની થાય, આતંરિક સુરક્ષા જાેખમાય તેવા કૃત્યો કરવા માટે આવા લોકોની ઉશ્કેરણી કરવામાં આવી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં બે આરોપીઓ ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ અને અન્ય વ્યક્તિને હાલ કોરોના છે તેની અટકાયત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.