Western Times News

Gujarati News

દારૂના નશામાં યુવતીને કાર નીચે કચડનાર અતુલ વેંકરિયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા

Files Photo

સુરત: સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જાેકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અતુલ વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી આરટી પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. જાેકે, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે.

ઘટનાની વાત કરવામાં આવે તો અતુલ વેંકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તેણે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી ૨૬મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેન્કી ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી ૨૮ વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેંકરિયાએ અડફેટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો.

બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને ૧૫ હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. જાેકે બાદમાં પોલીસે આઈપીસીની કલમ ૩૦૪ મુજબનો ગુનો દાખલ કરી અતુલ વેંકરિયાની શોધખોળ શરૂ કરી હતી, જાેકે વેંકરિયા ભાગી ગયો હતો. સાથે જ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. બીજી તરફ ઉમરા પોલીસ સામે આરોપીને બચાવવા અંગેના ગંભીર આક્ષેપ થયા હોવાથી પોલીસ કમિશનરે સેકટર વનના એડિશનલ સીપીને તપાસ સોંપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.