Western Times News

Gujarati News

મહિલા પોલીસકર્મીને હોટલમાં લઈ જઇ “ઇલુ ઇલુ” કરનાર પીએસઆઇ આખરે સસ્પેન્ડ

Files Photo

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એટલેકે પીએસઆઇ કક્ષાના અધિકારી હાલ ચર્ચામાં આવ્યા હતા.હવે તેઓને સસ્પેન્ડ કરાયા છે. પીએસઆઇ ટાપરિયા એક મહિલા પોલીસ કર્મીની સાથે સબંધ હોવાના કારણે થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલી એક ઉંચી હોટલમાં રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં જ મહિલા પોલીસ કર્મીના પતિને જાણ થતાં તે પણ ત્યાં પહોંચી ગયા હતા. જાેકે અધિકારીને બચાવવા માટે હોટલનો સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને મહિલા પોલીસ કર્મીના પતિને અંદર જવા દેવાયા ન હતા.

બીજી તરફ પીએસઆઇને જાણ થઇ જતાં તેઓ લિફ્ટ વાટે સીધા નીચે બેઝમેન્ટમાં આવી ગયા હતા અને ત્યાંથી છટકી ગયા હતા. આ બાબતની એન ડિવિઝન એસીપીને તપાસ સોપાઈ હતી. તપાસનો રિપોર્ટ ડીસીપી ઝોન ૭ ને અપાયા બાદ પીએસઆઇ ટાપરિયાને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે. જાેકે આ કેસમાં હજુય મહિલા પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો બીજી તરફ હવે તો આ પોલીસ સ્ટેશનને ઇલુ ઇલુ પોલીસ સ્ટેશન તરીકે પણ ઓળખાતું હોવાની રમૂજ ચર્ચા ચાલી છે. કારણકે હજુ તો એક પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટ્યો છે પણ આ પોલીસ સ્ટેશનના અનેક અધિકારી કર્મીઓ પણ આ જ દિશામાં ચાલતા હોવાની પણ ચર્ચા છે.

પોલીસબેડામાં એવી ચર્ચા હતી કે થોડા દિવસ પહેલા પીએસઆઇ ટાપરિયા પોલીસ સ્ટેશન પાસે જ આવેલી એક હોટલમાં ગયા હતા. આ અધિકારી એકલા નહીં પણ સાથે એક મહિલા પોલીસકર્મીને લઈને ગયા હતા. હજુ તો આ બને રૂમમાં પહોંચ્યા ને થોડા જ સમયમાં મહિલા પોલીસકર્મીનો પતિ ત્યાં આવી પહોંચ્યો હતો. મહિલા પોલીસકર્મીના પતિને આ અંગે જાણ કેમની થઈ તે બાબતે હજુય પોલીસ સ્ટાફ વિચારી રહ્યો છે.હજુ તો મહિલા પોલીસકર્મીનો પતિ પહોંચ્યો અને જેવો હોટલ પર ગયો ત્યાં શું કામથી આવ્યા તેવું પૂછતાં જ સ્ટાફ પણ એલર્ટ થઈ ગયો હતો.

આ મહિલા પોલીસકર્મીના પતિને રૂમમાં ન જવા દેવા સ્ટાફ પ્રયત્ન કરતો હતો અને ત્યાં જ પીએસઆઇ ને ખાનગીમાં જાણ પણ કરાઈ દીધી હતી. જેથી પીએસઆઇ તાત્કાલિક ફ્રેશ થઈને જ લિફ્ટ વાટે સીધા બેઝમેન્ટમાં જઈ રવાના થઈ ગયા હતા. આ બાબતે એન ડિવિઝન એસીપીને ઇન્કવાયરી સોપાયા બાદ પુરાવા એકત્રિત કરી ડીસીપીને અહેવાલ સોપાયો હતો. જે અહેવાલ આધારે ડીસીપીએ પીએસઆઇ ટાપરિયાને સસ્પેન્ડ કરતા ફરી એક વાર પીએસઆઇ ચર્ચામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વિવાદ થતા જ મહિલા પોલીસકર્મી સીધી લીવ પર ઉતરી ગઈ હતી. આ પીએસઆઇ વિશે પોલીસ સ્ટેશનમાં એવી પણ ચર્ચા છે કે તેઓને અગાઉ ખાસ ડિટેક્શન કરવા માટેની જગ્યા પર મુકાયા હતા. જ્યાં વીણી વીણીને મહિલા પોલીસકર્મી ઓને પણ તેમણે આ ટીમમાં લીધી હતી. તેઓને વિવાદ થતા બાદમાં ચોકી પર મુકવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.