Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજયમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદમાં કુલ વરસાદ ર૦ ઈંચ, રાત્રિથી સવારના ૮ વાગ્યા સુધી ૧ ઈંચ 

શહેરમાં અવિરત વરસતા વરસાદને કારણે રસ્તાઓ તથા ઘરોમાં પાણી ભરાયા : સુરત, વડોદરા, મહેસાણા, નર્મદા જિલ્લા તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદના ભારે ઝાપટા

(પ્રતિનિધિ) અમદાવાદ : હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અમદાવાદ શહેરમાં ગતરાતથી શરૂ થયેલ વરસાદ હજુ અવિરત પ્રમાણે વરસી રહ્યો છે. ગઈરાતથી સવારના ૮ વાગ્યા સુધીમાં લગભગ પોણો ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. શહેરનો અત્યાર સુધીનો સીઝનનો વરસાદ ર૦ ઈંચ થયો છે.

ગઈરાતથી અવિરત શરૂ થયેલ વરસાદ વણથંભ્યો વરસી રહ્યો છે ક્યારેક હળવો તો ક્યોરક ભારે વરસાદને કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાયા છે. જીવરાજપાર્ક, વેજલપુર, થલતેજ, એસ.જી.હાઈવે, વાસણા, શાહવાડી, દાણીલીમડા, લાંભા, નારોલ, નરોડા, બાપુનગર વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે

રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કેટલેક ઠેકાણે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા છે. તો કેટલેક ઠેકાણે રસ્તાઓની ગટરોના ઢાંકણા ન હોવાને કારણે નાના-મોટા અકસ્મ્તો સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે માત્ર વાહન ચાલકોને જ નહી પરંતુ રાહદારઓને પણ ચાલવુ મુશ્કેલ બન્યું છે.

સવારથી જ વરસાદ વિરામ લીધા વગર ચાલુ રહેતા શાળામાં જતા બાળોક પણ મુશ્કેલીમાં મુકાયા છે ઓફીસોમાં કામ કરતા કર્મચારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે જનજીવન લગભગ ઠપ થઈ ગયુ છે હવામાન ખાતાની આગાહી મુજબ હજુ આજ અને કાલ સુધી ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ સિવાય સુરત, વડોદરા, ભરૂચ, લુણાવાડા, ડભોઈ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વડોદરા તથા સુરતમાં વરસાદના ભારે ઝાપટા પડી રહ્યા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મહિસાગરમાં પણ પડી રહેલ વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે જયારે છોટાઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે

આંકડાકીય માહિતી મુજબ ડભોઈમાં ર ઈંચ, મહેસાણામાં ૧ ઈંચ, ગોધરામાં ૩ ઈંચ, ડીસામાં ર ઈંચ, કલોલમાં ૧ ઈંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળે છે. ભારે વરસાદને કારણે ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે ગોલ્ડનબ્રીજ પર પાણી આવતા વાહન વ્યવહારને અસર થઈ છે ભાવનગર, દાહોદ તથા સાબરકાંઠામાં પણ વરસાદ હોવાના સમાચાર છે સંતરામપુર- રાજસ્થાનને જાડતા પુલ પર પાણી ભરાતા પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.