મહેસાણાની પૂજા પટેલ રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ નંબરે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Poojapatel-scaled.jpg)
મહેસાણા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં યુવાઓને પ્રોત્સાહન આપતા રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ અને આયોજન કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં પ્રથમ વખત યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરી રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવતા દેશભરમાંથી ૩૪૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જેમાં ફિમેલ કેટેગરીમાં ગુજરાતનું ગૌરવ વધારતા મહેસાણાની પૂજા પટેલ મિસ વર્લ્ડ યોગાની પ્રથમ નંબરની વિજેતા બની વધુ એક વાર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યુ છે. જેમાં દેશમાં યોગાસનને પ્રોત્સાહિત કરતા સરકાર દ્વારા હવે યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરવામાં આવ્યું છે.
ત્યારે યોગમાં પોતાની કારકિર્દીનું ઘડતર કરતા યોગપ્રેમીઓ અને સ્પર્ધકો માટે ખુશી વ્યાપી છે. તાજેતરમાં નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન નેશનલ ઓનલાઈન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનસિપનું આયોજન કરવામાં આવ્યું હતું.