PSIની એપ્રિલમાં લેવાનાર પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ રખાઇ
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતા જાેવા મળી રહ્યા છે .લોકો માં સંક્રમણ નું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાેવા મળે ત્યારે આ વધતી જતા કેસને ધ્યાન માં લઇ ને હાલમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટકને કારણે સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાકાળમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીઓ પર બ્રેક વાગી હતી.
જે બાદ પીએસઆઇની પેક્ટિકલ એક્ઝામ એપ્રિલ માસમાં રાખવામાં આવી હતી. પણ હવે કોરોના કેસો વધતાં પીએસઆઇની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ૨૨ એપ્રિલથી પરીક્ષા લેવાની હતી. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સીટીની દ્વારા યોજાનાર પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી રવિવારે માહિતી નિયામક વર્ગ-૩ ની પરીક્ષા યોજાશે કે નહિ તે જાેવાનું રહ્યું.કોરોનાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા પણ રદ કરાઇ છે.