૩૮ દિવસ પછી PM મોદીએ કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Modi-2nddose1-1024x761.jpg)
નવી દિલ્હી: નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજાે ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે ૬ વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ ૩૮ દિવસ પછી રસીનો બીજાે ડોઝ લીધો છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આવામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે રસી પણ મહત્વનું હથિયાર માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ રસીને વાયરસને હરાવવાની રીતોમાંથી એક ગણાવી છે.
આ સાથે તેમણે લોકોને રસી માટે આગળ આવવા માટે પણ કહ્યું છે. કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, આજે એમ્સમાં કોવિડ-૧૯ વેક્સીનનો મે બીજાે ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જાે તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, ર્ઝ્રઉૈહ.ર્ખ્તદૃ.ૈહ પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અગાઉ વડાપ્રધાન મોદીએ ૧ માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જાેઝ લીધો હતો.
એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો. નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજાે ડોઝ લેવો જાેઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજાે ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કાર્યસ્થળ પર જ રસીકરણની મંજૂરી આપવા જઈ રહી છે. જાે કોઈ કાર્યસ્થળ પર ૧૦૦ લાભાર્થીઓ હોય તો, કોવિડ રસીકરણ કેન્દ્ર ત્યાં જ બનાવવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૧ એપ્રિલથી આ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ જાે કોઈ ખાનગી અથવા જાહેર સંસ્થામાં ૧૦૦ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય તો તે કાર્યસ્થળે કોવિડ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ૧ એપ્રિલથી, ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે. પહેલાથી જ, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જાે કાર્યસ્થળો પર આ વયના ૧૦૦ લાભાર્થીઓ હોય તો ત્યાં તેમને ત્યાં જ રસીકરણની મંજૂરી આપવામાં આવશે.