કરીના કપૂર ખાને ૨૬ હજાર રૂપિયાનું માસ્ક પહેર્યું
મુંબઈ: જેમ જેમ મુંબઇમાં કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યાં છે એમ એમ સામાન્ય લોકોથી માંડી બોલિવૂડ સેલિબ્રિટીઝની ચિંતાઓ વધતી જઇ રહી છે. સેલિબ્રિટીઝ અવાર નવાર તેમની પોસ્ટ શેર કરી ફેન્સને માસ્ક પહેરવાં અનુરોધ કરી રહ્યાં છે. એવામાં કરીના કપૂર ખાનનું નામ જાેડાઇ ગયું છે. એક્ટ્રેસે માસ્ક પહેરી તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. કરીનાએ કાળા રંગનું માસ્ક પહેર્યું છે. એક્ટ્રેસ હવે તેનાં માસ્ક અંગે ચર્ચામાં છે. આ તસવીરમાં કરીના કપૂર ખાને જે માસ્ક પહેર્યું છે. તે માસ્કની કિંમત હજારોમાં છે.
કાળા કલરનાં આ માસ્ક પર સફેદ કલરનાં દોરાથી એલવી લખેલું છે. આ સમાસ્ક એક સિલ્કનાં પાઉચની સાથે આવે છે. આ બ્રાન્ડની વેબસાઇટ પર જાે આપ જશો તો આ માસ્કની કિંમત ૩૫૫ ડોલર છે. ભારતીય કરન્સીમાં આ માસ્કનો ભાવ ૨૫,૯૯૪ રૂપિયા છે. દીપિકા પાદુકોણ પણ થોડા સમય પહેલાં આજ માસ્ક પહેરેલી નજર આવી હતી. દીપિકા પાદુકોણ એક પાર્ટીમાં ગઇ હતી ત્યાં તેનાં બ્લેક બોડીસૂટની સાથે બ્લેક પેન્ટ અને બ્લેક માસ્કની ચર્ચા થઇ હતી.
આ માસ્કનો ભાવ એક બે હજાર નહીં પણ ૨૫ હજાર રૂપિયા છે તેથી તે ચર્ચામાં આવે તે સ્વાભાવિક છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના લાલ સિંહ ચડ્ડામાં નજર આવશે. આ ફિલ્માં તે આમિર ખાનની સાથે છે. આ ફિલ્મ અદ્વેત ચંદન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મ ગત વર્ષે ૨૦૨૦માં રિલીઝ થવાની હતી. પણ લોકડાઉનને કારણે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે આ વર્ષે ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. તો દીપિકા પાદુકોણનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ૮૩માં નજર આવશે. આ ફિલ્મમાં તે કપિલ દેવની પત્નીનાં પાત્રમાં નજર આવશે. જેમાં રણવીર સિંહ કપિલદેવનાં પાત્રમાં નજર આવશે.