વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની ટુંક સમયમાં મુલાકાત થઇ શકે છે
ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર સંબંધોને બહાલ કરવા આગળ વધવાની તત્પરતા બતાવી રહ્યાં છે ગત કેટલાક સમયમાં એવી ઘટનાઓ થઇ છે જે આ તરફ સ્પષ્ટ સંદેશ આપે છે હવે એ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ખુબ તાકિદે મુલાકાત કરી શકે છે.
આ બંન્ને વરિષ્ઠ નેતાઓની મુલાકાતની જમીન તૈયાર કરવાની કવાયત પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ શરૂ કરી દીધી છે. બાજવા ભારતીય અધિકારીઓની સાથે વાતચીત કરી રહ્યાં છે જેથી વડાપ્રધાન મોદી અને ઇમરાન વચ્ચે મુલાકાતનો રસ્તો સાફ થઇ શકે એ યાદ રહે કે બ્રિટેન અખબાર ફાઇનેંશિયલ ટાઇમ્સે સુત્રોના હવાલા પરથી આ દાવો કર્યો છે.
અખબારે એ દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાનની વચ્ચે સંબંધોમાં જામેલ બરફ ધીરે ધીરે પીગડવાની પાછળ યુએઇનો હાથ છે.ભારત પાકિસ્તાનની વચ્ચે શાંતિ વાતચીતને બહાલ કરવામાં યુએઇ મદદ કરી રહ્યું છે સુત્રોના હવાલા પરથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી છે અને કહેવામાં આવ્યું છે કે તે કાશ્મીરમાં જારી લડાઇને રોકવાની જાહેરાત કરે અખબારે કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીતની પ્રક્રિયા એવા સમયે શરૂ થઇ રહી છે જયારે કોરોના મહામારીના કારણે ચરમાયેલી અર્થવ્યવસ્થાને મજબુત કરવાની દિશામાં બંન્ને દેશો આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અખબારે પોતાના રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ દાવા કર્યો છે અખબારે કહ્યું છે કે આગામી ૧૨ મહીનામાં એટલે કે એક વર્ષમાં બંન્ને વરિષ્ઠ નેતાઓની મુલાકાત થઇ શકે છે એક સુત્રે અખબારને કહ્યું કે બંન્ને દેશોના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે જેથી મોદી અને ઇમરાનની મુલાકાત નક્કી કરી શકાય અખબારે દાવો કર્યો છે કે ભારત તરફથી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજયનો દરજજાે એટલે કે કલમ ૩૭૦ ખતમ કર્યા બાદ જ જનરલ બાજવા ભારત સાથે વાતચીતને લઇ બેતાબ જાેવા મળી રહ્યાં છે. બંન્ને દેશોની વચ્ચે બહાલ થતા સંબંધોનું એક ઉદાહરણ ગત અઠવાડીયે જાેવા મળ્યું જયારે પાકિસ્તાને ભારતથી ખાંડ અને કપાસની આયાતને મંજુરી આપી દીધી હતી પરંતુ બાદમાં ધરેલુ દબાણને આગળ ઇમરાન સરકારે ઝુકવું પડયુ અને પોતાનો નિર્ણય પાછો લેવો પડયો હતો.
અખબારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે બંન્ને દેશોની વચ્ચે વાતચીતને ફરીથી બહાલ કરવાને લઇ યુએઇના શાસનક મોહમ્મદ હિન જાયદ અલ નહયાન તરફથી મધ્યસ્થા કરવામાં આવી રહી છે. તેમના કારણે જ આ વર્ષ ૨૫ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોગ્ય રીતે યુધ્ધવિરામને લાગુ કરવા પર સહમતિ બની હતી હવે એ કહેવામાં આવી રહ્યું છે કે જાે બધુ બરાબર આ રીતે રહ્યું તો આગામી ૧૨ મહીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઇ શકે છે