Western Times News

Gujarati News

ન્યુઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકયો

નવીદિલ્હી: દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા છે. જે બાદ હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે ન્યુઝીલેન્ડનાં પીએમ જેસિન્ડા અર્ડર્ને આ અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે, ૧૧ એપ્રિલથી ભારતથી આવતા લોકોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ન્યુઝીલેન્ડે કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારાને કારણે આ ર્નિણય લીધો છે. આ પહેલા પણ ન્યુઝીલેન્ડે અન્ય ઘણા દેશોનાં મુસાફરોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ પણ ન્યુઝીલેન્ડે ભારતીયોનાં પ્રવેશ બંધ કરવાનો ર્નિણય લીધો હતો,

પરંતુ તે પછી તે ર્નિણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર નવી લહેરને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. રોયટર્સનાં અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડનાં તેના નાગરિકોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવશે, જે ભારતથી આવવાનાં હશે. આ પ્રતિબંધ ૧૧ એપ્રિલનાં રોજ સાંજે ૪ થી ૨૮ એપ્રિલ સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન સરકાર પ્રવાસ દરમિયાન જાેખમ સંચાલનને મજબૂત બનાવવા માટે કામ કરશે. આ અસ્થાયી પ્રતિબંધ ન્યુઝીલેન્ડ દ્વારા એવા સમયે લાદવામાં આવી રહ્યો છે જ્યારે છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં દરરોજ ૧ લાખથી વધુ નવા કોરોનાનાં કેસ મળી રહ્યા છે.

દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંક હવે ૧.૨ કરોડને વટાવી ગયો છે. ભારતમાં, બીજી લહેરનો કહેર છેલ્લા લગભગ એક મહિનાથી પહેલી લહેર કરતા પણ વધારે જાેવા મળી રહ્યો છે. મુંબઇથી દિલ્હી સુધી તમામ શહેરોમાં પ્રતિબંધનાં દિવસો પાછા ફરી રહ્યા છે. ક્યાંક કોરોનાને દૂર કરવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્‌યુ અને કલમ ૧૪૪ જેવા કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.