લોકડાઉનને બિનજરૂરી બતાવતા યોગ ગુરૂ બાબા રામદેવ
નવીદિલ્હી: ભારતમાં હવે દરરોજ કોરોના વાયરસના રેકોર્ડ નવા કેસો નોંધાય છે ગત છેલ્લા ચોવીસ કલાકમાં સવા લાખથી વધુ મામલા નોંધાયા છે આ દરમિયાન અલગ અલગ રાજયોએ નાઇટ કરફયુ લગાવવાનું શરૂ કર્યું છે. લોકોમાં હવે પૂર્ણ લોકડાઉનનો ભય ફેલાયો છે જાે કે સરકારે હજુ આવી કોઇ ઇચ્છાનો ઇન્કાર કર્યો છે પરંતુ આ બાબતે યોગ ગુરૂ બાબા રામદેવે પોતાની પ્રિ્ક્રયા આપી છે તેમણે લોકડાઉનને બિનજરૂરી બતાવતા લોકોને આવનારા સમયમાં પોતાની ઇમ્યુનિટી મજબુત કરવાની સલાહ આપી
રામદેવને પુછવામાં આવ્યું હતું કે શું તમને લાગે છે કે દેશ લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે અને લોકડાઉનથી સારવાર થઇ શકે છે. તેના જવાબમાં રામદેવે કહ્યું કે લોકડાઉનથી કોઇ પણ રીતનું મોટું હિત સંધાશે નહીં હાં લોકો એ જરૂર સાવધાની દાખવે કે જયારે પણ ભરચક વિસ્તારમાં જાય તો માસ્કનો ઉપયોગ કરે કયારેક અજાણી વસ્તુને સ્પર્શ કરવામાં આવે તો સેનેટાઇઝરનો ઉપયોગ કરે સોશલ ડિસ્ટેસિંગનું પાલન કરતા તમારા કાર્યોને કરવામાં આવે તેમણે કહ્યું કે કોરોનાનો નવા સ્ટ્રેન ડબલ શક્તિની સાથે આવ્યો છે. તો પોતાની ઇમ્યુનિટીને ડબલ કરવા માટે યોગ અને આયુર્વેદનો ડબલ ડોઝ લેવામાં આવે
તેમણે કહ્યું કે એક વધુ ખાસ વાત એ છે કે વેકસીનેશન બાદ ૧૦૦થી વધુ ડોકટરોને જાણુ છું જેમણે ડબલ ડોઝ લીધા બાદ ફરીખી કોરોના થઇ ગયો.ન લઇએ તો પણ કોરોના થઇ રહ્યો છે કોરોના પહેલા જેને થઇ ગયો હતો છ મહીના બાદ તેમની એડાપ્ટિવ કમ્યુનિટિ ખતમ થઇ ગઇ વેકસીન લગાવ્ય બાદ એકવાયર્ડ ઇમ્યુનિટી પણ ખતમ થઇ જશે તો આખરે ઇમ્યુનિટી કેવી રીતે વધશે
રામદવે કહ્યું કે હું બધાને કહેવા માંગુ છું કે વેકસીન લગાવો તમામ સોશલ ડિસ્ટેસિંગનું પાલન કરો માસ્ક લગાવો યોગ અને આયુર્વેદને પોતાના જીવનમાં જરૂર અપનાવો ખાનપાન પર ધ્યાન આપો આજથી એક વર્ષ પહેલા લોકોએ પોતાના જીવનને સારૂ બનાવવા માટે ઘ્યાન આપવાનું શરૂ કર્યું હતું હવે લોકોને ફરીથી પોતાની મૂળ સંસ્કૃતિ અને મૂળ પ્રકૃતિ તરફ પાછું ફરવું પડશે અને નેચરલ રીતે પોતાનું બીપી હાર્ટની સમસ્યા ડાયાબીટીસ લિવર કિડનીની સમસ્યા ઇમ્યુનિટીને ઠીક કરવી પડશે