સેવાની મજુરીને કારણે ભાજપ રાજયની બીજા નંબરની પાર્ટી : મોદી

પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે જનતાએ સેવાની મજુરી આપી ભાજપને બિહારની બીજી સૌથી મોટી પાર્ટી બનાવી છે.
મોદીએ એક ટ્વીટ કર્યું જેમાં કહ્યું કે અમારી સરકારે ગરીબોના જનધન ખાતા ખોલાવ્યા મફક ગેસ કનેકશન આપ્યા કિસાન સમ્માન નિધિના છ હજાર રૂપિયા આપવામાં કોઇ પણ જાતિ કે ધર્મ પુછયો નથી આ સેવાની મજુરી આપી બિહારન ૧૧ કરોડ જનતાએ અમને રાજયની બીજી સૌથી મોટી પાર્ટી બનતા છે જનતાને કોટિ કોટિ નમન.
તેમણે કહ્યું કે ભાજપ જયારે પોતાના સમર્પિત કાર્યકર્તાઓને બળે દેશ અને પ્રદેશની સેવા કરા ૪૧ વર્ષ પુરા કરી રહી છે ત્યારે આ અમારા માટે સતત વધતા જનાદેશ પ્રત્યે આભાર વ્યકત કરવાનો પ્રસંગ છે તેમણે કહ્યું કે ભાજપે વિરોધ પક્ષમાં રહેતા જયાં સત્તા સંપોષિત અપરાધો અને ભ્રષ્ટ્રાચાર વિરૂધ્ધ ગૃહથી માર્ગ સુધી સંધર્ષ કર્યો ચારા કૌભાંડ સહિતના દોષિતોને ન્યાય પ્રક્રિયા હેઠળ સજા અપાવવામાં પોતાની ભૂમિકા નિભાવી જયારે સરકારમાં આવ્યા બાદ માળખાગત વિકાસને પાટા પર લાવી બિહારમાં વિકાસ તેજીથી થઇ રહ્યો છે.