બંગાળ મુખ્યમંત્રી કાર્યાલય પર કબજા માટે આગળ વધી રહ્યાં છીએ : અધીર રંજન
કોલકતા: પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાની ચુંટણીનું મતદાન થઇ ગયું છે અને બાકીના તબક્કા માટે રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર શરૂ કરી દેવાાં આવ્યો છે.બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી અને ભાજપમાં સીધી ટકકર જાેવા મળી રહી છે જાે કે કોંગ્રેસ ડાબેરી ગઠબંધનને પણ નજરઅંદાજ કરી શકાય નહીં આવામાં સવાલ ઉઠે છે કે પરિણામ બાદ જાે ટીએમસીને જરૂર પડશે તો શું કોંગ્રેસ સમર્થન આપશે તેના સવાલ પર પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીની પણ પ્રતિક્રિયા આવી છે.
જયારે તેમને પુછવામાં આવ્યું કે શું જરૂરત પડવા પર ટીએમસીને કોગ્રેસ સમર્થન આપશેે તો તેમણે કહ્યું કે હાલ કાલ્પનિક સવાલનો કોઇ સમય નથી કારણ કે અમે નબના(મુખ્યમંત્રી કાર્યાલય) પર કબજાે કરવા માટે આગળ વધી રહ્યાં છીએ અમે જાણતા નથી કે મમતા બેનર્જી કયાં જશે જાે તે હારી જશે રાજનીતિ સંભાવનાનઓની કલા છે.
આ પહેલા ચૌધરીએ કહ્યું કે જે ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચુંટણી થઇ છે તેમાંથી હિંની ઘટના ફકત પશ્ચિમ બંગાળમાં થઇ અને તેના માટે ભાજપ તથા ટીએમસી જવાબદાર છે કોંગ્રેસની પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષે કહ્યું કે જાે કે આ વખતે અત્યાર સુધી ત્રણ તબક્કાની ચુંટણીમાં પશ્ચિમ બંગાળમાં હિંસાની આવી ઘટનાઓ ઓછી રહી અને તેનો શ્રેય ચુંટણી પંચને જાય છે.
તેમણે કહ્યું કે બંગાળ ઉપરંત ત્રણ અન્ય રાજય અને એક કેન્દ્રી શાશિત પ્રદેશમાં ચુંટણી થઇ પરંતુ બુથ પર કબજાે હિંસા અને હુમલાની ઘટના ફકત અમારા રાજયમાં સાંભળવામાં આવી લોકસભામાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે ફકત કેન્દ્રીય દળોના જવાનો જ ચુંટણી દરમિયાન દરેક અપ્રિય ઘટના રોકી શકે નહીં તેની જવાબદારી રાજય પોલીસ પર પણ બને છે તેમણે એ પણ દાવો કર્યો કે ડાબેરી કોંગ્રેસ આઇએસએફ ગઠબંધન બંગાળમાં ત્રીજી શક્તિ તરીકે પોતાની સ્થિતિ મજબુત કરી રહી છે.