મોડાસા અર્બન હેલ્થકેરમાં અઢી કલાકમાં ૫૦ લોકોના એન્ટીજન ટેસ્ટ પોઝેટીવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/06-1-scaled.jpeg)
અરવલ્લી જિલ્લામાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઢી કલાકમાં 50 જેટલા કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. સવાર અને સાંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ ની કામગીરી કરવામાં આવતી હોય છે, જ્યાં એક જ દિવસમાં માત્ર અઢી કલાકમાં ૫૦ જેટલા લોકો કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સાથે જ છેલ્લા એક સપ્તાહમાં ૧૮૫ જેટલા લોકો નો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની પણ માહિતી મળી છે.
જિલ્લામાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે વેક્સિનેશન ની કામગીરી પણ ચાલી રહી છે તો બીજી બાજુ સામાન્ય શરદી, ખાંસી તેમજ તાવ ના લક્ષણો ધરાવતા લોકો રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ માટે મોડાસા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેપિડ ટેસ્ટ ની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યાં વહેલી સવારે એટલે કે સવારે 10 થી 12.30 કલાક સુધી દર્દીઓ માટે રેપિડ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરાઇ છે, જ્યાં ગુરૂવારના રોજ અઢી કલાકમાં 50 લોકોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.