કારમાં ગુપ્ત ખાનામાં ૧૯૭ બોટલ સાથે ત્રણ બુટલેગરને દબોચતી શામળાજી પોલીસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/15-1-1024x683.jpg)
અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી હોન્ડાસીટી કારને અટકાવી તલાસી લેતા કારના પાછળની સીટ નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી
ગુપ્ત ખાનામાં તલાસી લેતા ગુપ્તખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલ મળી આવતા રૂ.૨.૩૮ લાખથી વધું દારૂ જપ્ત કરી હરિયાણાના ત્રણ ખેપિયાને દબોચી લીધા હતા હોન્ડાસીટી કારમાં દારૂ ભરી સૂરત બુટલેગરને ડીલેવરી આપે તે પહેલા પોલીસે ખેપ નિષ્ફળ બનાવી ત્રણે બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું રોડ પરથી પસાર થતી હોન્ડાસીટી કારને અટકાવતા કારમાં બેઠેલા ત્રણ ખેપીયા ગભરાઈ જતા પોલીસે હોન્ડાસીટી કારને રોડ સાઈડ ઉભી રાખી સઘન તલાસી લેતા કારની પાછળની સીટમાં ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૯૭ કીં.રૂ.૨૩૮૯૫૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક લક્ષ્મીનારાયણ રમેશકુમાર નાઈ,૨)મનોજ ઉર્ફે પપ્પી રામજશ અરોરા, અને ૩)અનીલ વિજયસિંઘ રાજપૂત (ત્રણે,રહે,રોહતક-હરિયાણા) ને દબોચી લીધા હતા ત્રણે આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ,કાર અને વિદેશી દારૂ મળી કુલ.રૂ.૪૪૬૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી