મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વધુ મંત્રીઓની છુટ્ટી થશે : ભાજપ
મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ ભાજપ ઉદ્વવ ઠાકરે સરકાર પર હુમલાવર છે આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે દાવો કર્યો છે કે આગામી ૧૫ દિવસોમાં બે વધુ મંત્રી રાજીનામા આપશે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સ્થિતિ છે જાે કે અમારી પાર્ટી તેની માંગ કરી રહી નહીં.
તેમની આ ટીપ્પણી ત્યાર આવી છે જયારે નિલંબિત પોલીસ કર્મી સચિન વાજેએ એક પત્રમાં દાવો કર્યો હતો કે દેશમુખે મુંબઇ પોલીસમાં તેમની સેવા જારી રાખવા માટે બે કરોડ માંગ્યા હતાં અને એક અન્ય મંત્રી અનિલ પરબે તેમને ઠેકેદારોથી પૈસા એકત્રિત કરવા માટે કહ્યું હતું. દેશમુખે હાઇકોર્ટના નિર્ણય બાદ રાજીનામુ આપી દીધુ હતું.
પાટીલે દાવો કર્યો કે આવનારા ૧૫ દિવસોમાં રાજયના બે મંત્રીઓના રાજીનામા પડશે કેટલાક લોકો આ મંત્રીઓની વિરૂધ્ધ અદાલતમાં જશે અને ત્યારબાદ તેમને રાજીનામા આપવા પડશે પાટિલે કહ્યું કે એવું બની શકે છે કે દેશમુખની વિરૂધ્ધ આરોપોની તપાસમાં પરિવહન મંત્રી અનિલ પરબની વિરૂધ્ધ લાગેલ આરોપ પણ સામેલ કરી દેવામાં આવે ભાજપ નેતાએ કહ્યું કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે યોગ્ય સ્થિતિમાં છે પરંતુ તેમની પાર્ટી આ માંગ કરશે નહીં પાટીલે આરોપ લગાવ્યો કે દેશમુખ એક પાખંડી છે કારણ કે તે બંબઇ હાઇકોર્ટની સીબીઆઇ તપાસના આદેશની વિરૂધ્ધ સુપ્રીમમાં ગયા છે.
તેમણે કહ્યું કે રાજીનામાના પત્રમાં દેશમુખે કહ્યું કે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી માટે રાજીનામુ આપી રહ્યાં છે અને તેના બીજા જ દિવસે તેઓ તપાસની વિરૂધ્ધ સુપ્રીમમાં ગયા ભાજપ નેતાએ કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે આક્રમક રીતે વાજેનો બચાવ કર્યો હવે તેમને તેમના પર વિશ્વાસ નથી પાટીલે આરોપ લગાવ્યો કે એમવીએ સરકાર સંગઠિત અપરાધમાં સામેલ છે.