ભાવનગરમાં દેરાણી જેઠાણીએ એક સાથે ઝેરી દવા ગટગટાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Death-1024x680.jpg)
પ્રતિકાત્મક
ભાવનગર, પાલીતાણામાં એક જ પરિવારની બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જાે કે, મહિલાઓને સારવાર અર્થે તાત્કાલીક ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે મહિલાઓની પૂછપરછ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પાલિતાણાના એક જ પરિવારની દેરાણી જેઠાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતનાબેન કોટિલા અને સેજલબેન કોટિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસ પહેલા પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવવાના મામલે ૨૦૦૯ માં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાને જાતે પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મૃતક યુવાનના પરિવારના લોકો વારંવાર ઘરે આવી ગાળો બોલી ધમકી આપી રહ્યા છે.
આજે સવારે મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે ૮-૧૦ લોકો હથિયારો સાથે આવી ધમકી આપી હતી. જાે કે, ધમકી આપતા બીકના કારણે દેરાણી જેઠાણીએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાેકે આ મામલે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.