Western Times News

Gujarati News

વિક્ટોરીયા ગાર્ડનથી સારંગપુર સુધીનો BRTS કોરીડોર નગરજનો માટે ખુલ્લો કરાશે

Files Photo

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંકલના કારણે રાત્રી કરફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે આથી સરકારે રાત્રે નવ વાગ્યાના બદલે આઠ વાગ્યાથી કરફ્યુ સમયથી મર્યાદા કરી છે જ્યારે બીજી તરફ ટ્રાફિકના કારણે નાગરીકોને હાલાકી થાય છે અને કરફ્યુ અમલ શરૂ થાય તે પહેલા ઘર સુધી પહોચવામાં મુશ્કેલી થાય છે

ખાસ કરીને રીપેરીંગ કામ માટે બ્રીજ બંધ થયા બાદ ઓલિસબ્રીજ પર ટ્રાફિક ભારણમાં વધારો થાય છે. આ સંજાેગો ધ્યાનમાં લઈને મ્યુનિ. સ્ટંન્ડીંગ કમીટીએ વિકટોરીયા ગાર્ડન થી સારંગપુર સુધીનો જનમાર્ગ કોરીડોર નાગરીકો માટે ખુલ્લો કરવા જાહેર કરી છે.

મ્યુનિ સ્ટંન્ડીંગ કમીટી ચેરમેન હિતેન્દ્રભાઈ બારોટના જણાવ્યા મુજબ નહેરૂબ્રીજ રીપેરીંગ કામ માટે જય હિન્દ સુધી બંધ કરવામાં આવ્યો છે અંદાજે ૬૧ વર્ષ જુના નહેરૂબ્રિજના સરપેન્ડેડ સ્પાનની ૧૨૬ બેરીગને બદલવી પડે તેમ છે તદ્દઉપરાંત ૩૨૦ મીટર લાંબા એકરપાન્શન જાેઈટના રીપલેશમેનટની કામગીરી પણ ચાલી રહી છે આ કામમાં સમય લાગે તેમ છે નહેરુબ્રિજ બંધ થવાના કારણે એલીસબ્રીજ પર ટ્રાફિક ભ ારણમાં વધારો થયો છે.

૧૮ માર્ચ થી શહેર પરિવરહન સેવા બંધ કરવામાં આવ્યો હતો છતા એલીસબ્રીજ પર વાહનોની સંખ્યા વધી રહી છે નાગરીકો ને થતી હાલાકી દુર કરવા અને ટ્રાફિક ભારણ ધટાડવા માટે સુધી નહેરુબ્રીજ નું રીપેરીગ કામ પૂર્ણ ન થાય અથવા જનમાર્ગ સેવા શરૂ ન થાય ત્યા સધી વિકટોરીયા ગાર્ડનથી સારંગપુર સુધીનો જનમાર્ગ કોરીડોરના નાગરીકો ઉપયોગ કરી શકશે.

આ રૂટના કોરીડોર તમામ વાહનો ચાલી શકે તેવો નિર્ણય કમીટીમાં લેવામાં આવ્યો છે આ અંગે મ્યુનિ કમિશનર અને પોલીસ કમીશનર ને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.