સૈફની બહેન સબા પાસે ૨૭૦૦ કરોડની સંપત્તી
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને સોહા અલી ખાન જાણીતી એક્ટ્રેસ શર્મિલા ટાગોરની દીકરી છે. બંનેએ તેમની માતાની જેમ એક્ટર બનવાનો ર્નિણય કર્યો. પણ શું તમે જાણો છો તેમની એક બહેન છે જે લાઇમલાઇટથી દૂર રહે છે. સૈફ અને સોહાની બહેનનું નામ સબા અલી ખાન છે. સબા ગત કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અને તેનાં પરિવારની તસવીરો શેર કરતી રહે છે.
જામો સબાનાં જીવન સાથે જાેડાયેલી કેટલીંક ખાસ વાતો. સબા અલી ખાન જેવેલરી ડિઝાઇનર છે. તે પોતે બિઝનેસ કરે છે. હાલમાં જ તેણે એક ડાયમંડ ચેઇન શરૂ કરી છે. પરિવારનાં મોટાભાગનાં સભ્યો ઇન્ડસ્ટ્રીથી જાેડાયેલાં હોવા છતાં સબા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાનું ટાળ્યું હતું. તે સ્વભાવે ખુબજ શર્મીલી છે. અને આ જ કારણ છે કે તે વધુ પડતાં લોકોને મળતી નથી. એક ઇન્ટરવ્યૂંમાં સબાએ કહ્યું હતું કે, મે ક્યારેય એક્ટિંગ અંગે વિચાર્યું નથી.
મને ખુશી છે કેહું જે કામ કરી રહી છું તેમાં મારું ઘણું નામ છે. ૪૨ વર્ષની સબા અનમેરિડ છે અને ઇન્ડિપેન્ડટ છે. તે ૨૭૦૦ કરોડની માલકિન છે. સબા પટૌડી ખાનદાનની સંપત્તિની દેખરેખ રાખે છે. આ ઉપરાંત સંપત્તિનું કામ સંભાળવા માટે ઔકાફ- એ-શાહી નામની એક સંસ્થા છે. સબા આ સંસ્થાની વડા છે. તે સંપૂર્ણ હિસાબ તેની પાસે રાખે છે. સબાએ વર્ષ ૨૦૧૧માં રાજસી ટ્રસ્ટની જવાબદારી મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં સબાએ તેનાં પિતા અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે હું મારા પિતાથી વધુ સારું અકાઉન્ટ કોઇ પાસેતી શીખી શકતી. કાશ તેઓ મને વધુ શીખવવા માટે અહીં હોતા. જાણકારી મુજબ, ભોપાલ ઉપરાંત સબા સાઉદી અરબમાં મક્કા અને મદીનામાં ટ્રસ્ટની સંપત્તિઓની દેખરેખ રાખે છે.