Western Times News

Gujarati News

કોવિડ ડેઝિગ્રેટ જાહેર થયેલ સેટેલાઈટની એક હોસ્પિટલનું અસ્તિત્વ ન હોવાના આક્ષેપ

પ્રતિકાત્મક

મ્યુનિ. કોર્પો.એ વધુ ૧પ હોસ્પિટલો સાથે કરાર કર્યાં

(પ્રતિનિધિ) અમદાાવદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી મ્યુનિ. કોર્પો.એ શુક્રવારે વધુ ૧૦ હોસ્પિટલ સાથે કરાર કર્યાં છે મ્યુનિ. કોર્પો. દ્વારા ૧પ હોસ્પિટલની ર૩પ પથારીઓ કોરોનાના દર્દીઓ માટે રીઝર્વ નોંધનીય છે કે કોર્પોરેશને અગાઉ નકકી કરેલા ભાવ કરતા ઓછા ભાવથી વોર્ડ અને એચડીયુના ભાવો નકકી કર્યાં છે.

ગુરૂવારે જે ૧૯ હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા તે પૈકી સેટેલાઈટની એક હોસ્પિટલ છેલ્લા એક વર્ષથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહયા છે તેમાં શુક્રવારે કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને પાર પહોંચી ગઈ છે જેને ધ્યાનમાં લઈ દર્દીઓને ઝડપથી સારવાર મળે તે આશ્રયથી મનપા દ્વારા ૧પ હોસ્પિટલોને કોવિડ ડેઝીગનેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે આ ૧પ હોસ્પિટલમાં ર૩પ બેડ રીઝર્વ રાખવામાં આવ્યા છે

જેમાં વોર્ડમાં સારવાર લેનાર માટે રૂા.૬પ૦૦ પ્રતિ દિવસ અને એચડીયુમાં સારવાર માટે રૂા.૮૦૦૦ પ્રતિ દિવસના ભાવ નકકી કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પો. દ્વારા અગાઉ જે હોસ્પિટલોમાં રીઝર્વ બેડ રાખવામાં આવ્યા હતા તેમાં વોર્ડ માટે રૂા.૯૦૦૦ હજાર અને એડીયુ માટે રૂા.૧ર૬૦૦ ના ભાવ નકકી કરવામાં આવ્યા છે

તંત્ર દ્વારા ગુરૂવારે સેટેલાઈટ હોસ્પિટલને કોવિડ ડેઝિગ્રેટ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી બંધ થઈ ગઈ છે તેમજ તે સ્થળે હાલ બાંધકામ ચાલી રહયુ છે જયારે પારેખ હોસ્પિટલમાં દર્દીઓ માટે રીર્ઝવ બેડ રાખવામાં આવ્યા છે

પરંતુ ગત વર્ષે પારેખ હોસ્પિટલની કામગીરી અત્યંત નબળી રહી હતી તેમજ મ્યુનિ. બેડના કોરોના દર્દીઓને બારોબાર કાઢી મુકયા હોવાના આક્ષેપો પણ થયા હતા જયારે મણિનગરની સિધ્ધિ વિનાયક હોસ્પિટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે પરંતુ ગયા વર્ષે સિધ્ધિ વિનાયકના સંચાલકોએ એએમસી બેડના દર્દીઓને સારવાર આપવા સ્પષ્ટ ના પાડી હતી તેમજ કરારનો પણ ભંગ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.