રસી નિકાસ તત્કાળ રોકવા રાહુલ ગાંધીનો મોદીને પત્ર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Rahul-2.jpg)
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૩ દિવસથી દરરોજ એક લાખ કરતા પણ વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૩૧ લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે અને ૭૮૦ દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાની વેક્સિનની નિકાસ તરત અટકાવી દેવા માંગણી કરી છે. કોંગ્રેસના સાંસદે વડાપ્રધાનને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, વેક્સિનની નિકાસ તરત અટકાવી દેવી જાેઈએ અને દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધારવું જાેઈએ. જાણવા મળ્યા મુજબ વેક્સિનનો પુરવઠો પૂરો થઈ ગયો હોવાના કારણે લોકોએ મુંબઈના બીકેસી જંબો વેક્સિનેશન સેન્ટર બહાર ભીડ કરી હતી.