Western Times News

Gujarati News

તનિષ્કે એની વેડિંગ બ્રાન્ડ રિવાહને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરી

ભારતમાં લગ્નના રીતિરિવાજો અને જ્વેલરી એકબીજાનો પર્યાય છે. ભારતની સૌથી વિશ્વસનિય અને મનપસંદ બ્રાન્ડ તનિષ્કે એની લગ્ન માટેની એક્સક્લૂઝિવ સબ-બ્રાન્ડ રિવાહ – ‘દરેક પરંપરા માટે જ્વેલ’ને નવેસરથી પ્રસ્તુત કરી છે.

લગ્નની જ્વેલરીના દરેક પીસ લગ્નના હાર્દ સમાન સુંદર રીતિરિવાજોનું પ્રતીક છે. આ લાગણીના બંધનને સમજીને તનિષ્કની લગ્ન માટેની વિશિષ્ટ સબ-બ્રાન્ડ રિવાહે મિલેનિયલ્સ અને નવવધૂ બનવા સજ્જ યુવતીઓ માટે ‘દરેક પરંપરા માટે જ્વેલ’ને  નવા સ્વરૂપે પ્રસ્તુત કરી છે. તનિષ્ક દ્વારા રિવાહની નવી ખાસિયત દરેક રીતિરિવાજોની સમજણ અને મહત્વ તથા નવવધૂને ધારણ કરવા માટે જ્વેલરીને પ્રસ્તુત કરે છે. એની આ ખાસિયત લાગણી અને પ્રતીક સાથે સુંદર સ્ટોરી દ્વારા જીવંત થઈ છે.

નવી એડ ફિલ્મ છ સમુદાય – પંજાબી, બિહારી, મરાઠી, બંગાળી, તેલુગુ અને તમિલમાંથી નવવધૂઓની સીરિઝને પ્રસ્તુત કરશે, જેમાં દરેક સ્ટોરી ભારતીય લગ્ન સાથે જોડાયેલી સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. આ તમામ સ્ટોરી એક સુસંગત સંદેશ આપે છે – આપણો સમૃદ્ધ વારસો આપણા લગ્નનો આધાર છે.

પ્રોડક્ટના મોરચે જોઈએ તો તનિષ્કની રિવાહ બ્રાન્ડમાં આધુનિક લૂક સાથે પ્રાદેશિક ડિઝાઇનનું સંતુલન સ્થાપિત કરવામાં આવ્યું છે.

પોતાની શ્રેષ્ઠ કારીગીરી દ્વારા તનિષ્ક પ્રાદેશિક નવવધૂની જ્વેલરીમાં લાવણ્ય અને આધુનિક સુંદરતા પ્રસ્તુત કરે છે. રિવાહમાંથી જ્વેલ્સમાં ફુલકારી, ગોટ્ટાપટ્ટી, સુજની, કશીદા, કંથા વગેરે જેવી ભારતના વિવિધ રાજ્યોની ભારતીય બારીક કારીગરીમાંથી પ્રેરિત સુંદર નવી ડિઝાઇન સાથે ઉત્કૃષ્ટ કળા અને કામગીરી સમાયેલી છે,

જેને જ્વેલરીની ડિઝાઇનો માટે એક કેન્વાસ પર એકસાથે મૂકવામાં આવી છે. અણે ફૂલોની છાપ, પાઇન, ચિનાર, ક્રીપર્સ, જિયોમેટ્રિક પેટર્ન્સ જેવી પેટર્ન્સ પસંદ કરી છે, જે ભારતીય દોરાના કામની ભવ્યતાની ઉજવણી કરે છે. રિવાહ અંતર્ગત નવી ડિઝાઇનો સ્પ્રિંગ વાયર, ચંદક વર્ક, ફિલગ્રી, રવા વર્ક વગેરે જેવી વિશિષ્ટ કારીગરીનો ઉપયોગ સાથે સમૃદ્ધ વારસાને વ્યક્ત કરે છે.

રિવાહ વિશે ટાઇટન કંપની લિમિટેડના તનિષ્કના માર્કેટિંગના જનરલ મેનેજર રંજની ક્રિષ્નાસ્વામીએ કહ્યું હતું કે, “લગ્ન આપણા જીવનમાં સૌથી યાદગાર પ્રસંગ પૈકીનો એક છે અને લગ્નની જ્વેલરી આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે એની સાથે અમૂલ્ય લાગણીઓ જોડાયેલી છે, એ આપણી વિવિધતાસભર સંસ્કૃતિનું પ્રતીક છે અને આપણી પરંપરાઓથી સમૃદ્ધ છે.

તનિષ્ક દ્વારા રિવાહ નેશનલ લોકલ જ્વેલરીની દ્રષ્ટિએ ભારતીય લગ્નની સમૃદ્ધિ અને વિવિધતાની ઉજવણી કરે છે. તનિષ્ક દ્વારા રિવાહ આજની મિલેનિયલ નવવધૂ માટે હાથની આકર્ષક કારીગરીની વિસ્તૃત રેન્જ ધરાવે છે. રિવાહ બ્રાઇડ એના લગ્નની પરંપરામાં સંપૂર્ણપણે ઓતપ્રોત થાય છે અને સાથે સાથે આ પરંપરાઓમાં સહભાગી થઈને સમજણ મેળવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “એની ‘દરેક પરંપરા માટે એક જ્વેલ’ની ખાસિયત સાથે અમે આ આધુનિક અને આત્મવિશ્વાસથી સભર નવવધૂને જણાવીએ છીએ, જે આધુનિક અભિગમ ધરાવવાની સાથે પરંપરાગત મૂલ્યો પણ ધરાવે છે, જેના પરિણામે એના નવવધૂના સાજસામાનમાં જ્વેલરીના દરેક પીસ અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ બની જીવંત થાય છે.”

“શાખા પોલ બેંગલ હોય કે જદનગમ હોય, નથ હોય કે માંગ ટિકા હોય – આ દરેક નવવધૂની જ્વેલરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. પવિત્ર શરૂઆતના પ્રતીક સ્વરૂપે દરેક પીસ દિવ્ય આશીર્વાદ માટે પ્રેરિત કરે છે અને આપણે નવવધૂઓને સુંદર સફર શરૂ કરવા અગ્રેસર કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.