Western Times News

Gujarati News

રાજય સરકાર દ્વારા સ્વર્ણિમ યોજના અંતર્ગત મનપા ને રૂા.૧૧પ કરોડ ફાળવવામાં આવ્યા

૭૦ઃર૦ઃ૧૦ ના બાકી લેણા પેટે રૂા.રપ કરોડ તથા કોરોના પેટે સરકારે વધુ રૂા.ર૧ર કરોડ મનપાને આપ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, લોકડાઉન અને કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આર્થિક ભીંસ વધી હતી તેમજ માર્ચના અંતમાં કોન્ટ્રાકટરોના પેમેન્ટ થઈ શકયા નહતા. જેના કારણે દક્ષિણ અને મધ્યઝોનના કોન્ટ્રાકટરોએ કામ બંધ કરવાની ચેતવણી આપી હતી.

પરંતુ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સરકાર તરફથી સ્વર્ણિમ યોજના અને ૭૦ઃર૦ઃ૧૦ અંતર્ગત ગ્રાન્ટ આપવામાં આવ્યા બાદ તંત્રની તિજાેરી અને શાસકો હળવાશ અનુભવી રહયા છે જયારે નાણા વિભાગમાં ખાનગી હોસ્પિટલના કોઈ જ બીલ પેન્ડીંગ ન હોવાની વિગતો પણ બહાર આવી છે.

શહેરમાં કોરોના આગમનને એક વર્ષ પૂર્ણ થયુ છે મ્યુનિ. કોર્પોરેશને કોરોના દર્દીઓના ટેસ્ટીંગ સારવાર, પેકેટ્‌સ, પીપીઈ કીટ વગેરે માટે છેલ્લા એક વર્ષમાં રૂા.૬પ૦ કરોડનો ખર્ચ કર્યા છે. જેની સામે રાજય સરકાર તરફથી રૂા.૬૪ કરોડ અને રૂા.૧પ૦ કરોડ એમ બે હપ્તે રૂા.ર૧૪ કરોડ મનપાને મળ્યા હતા.

જયારે ત્રીજી એપ્રિલે વધુ રૂા.ર૧ર કરોડ સરકારે આપ્યા છે. આમ કોવિડ ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલ કુલ ખર્ચની સામે સરકારે રૂા.૪ર૬ કરોડ પરત આપ્યા છે તદ્‌પરાંત શ્રમયોગી વિભાગ તરફથી રૂા.૧પ કરોડ મનપાને આપવામાં આવ્યા છે. આમ, મનપા દ્વારા કરવામાં આવેલા રૂા.૬પ૦ કરોડ સામે સરકાર પાસેથી રૂા.૧૩૪ કરોડ લેવાના બાકી રહે છે.

રાજય સરકાર દ્વારા ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, ડ્રેનેજ લાઈન અને લાઈટો માટે ૭૦ઃર૦ઃ૧૦ યોજના અમલી છે. જેમાં રાજય સરકાર વતી મનપાએ જે બીલની ચુકવણી કરી છે તેમાં રૂા.૧૪૦ કરોડ લેવાના બાકી નીકળે છે. જયારે હાલ ૬૦ર સોસાયટીના કામ ચાલી રહયા છે

જેના માટે મ્યુનિ. કોર્પોરેશને રૂા.પ૦ કરોડ ફાળવ્યા છે રાજય સરકારે જુના બાકી લેણા પેટે મ્યુનિ. કોર્પોરેશનને રૂા.રપ કરોડ પરત આપ્યા છે જયારે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજય સરકારે રૂા.૧૧પ કરોડ ફાળવ્યા છે આમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સરકાર તરફથી રૂા.૧૪૦ કરોડ મળ્યા બાદ નાણા ખાતાને રાહત થઈ છે તથા રૂા.પાંચ કરોડ સુધી ઝોનલ ડીમાન્ડ મંગાવી છે.

સુત્રોએ જણાવ્યા મુજબ માર્ચના અંતમાં રૂા.રપ૦ કરોડના બીલ બાકી હતા જેમાં ખાનગી કોન્ટ્રાકટરોના રૂા.૧પ૦ કરોડ અને સરકારના રૂા.૧૦૦ કરોડનો સમાવેશ થાય છે. ખાનગી કોન્ટ્રાકટરોના બીલો ઝડપથી ચુકવવા માટે તમામ પ્રયાસ થઈ રહયા છે. કોરોના માટે જે ખાનગી હોસ્પિટલોના બેડ માટે કરાર કરવામાં આવ્યા છે જેના રૂા.૬૭ કરોડના બીલ જમા થયા હતા તે તમામ રકમ ચુકવવામાં આવી છે ૩૧ માર્ચના રીપોર્ટ મુજબ નાણા વિભાગમાં ખાનગી હોસ્પિટલોના કોઈ જ બીલ પેન્ડીંગ રહયા નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.