જીવનની ઘટના પર આધારિત બેન્કિંગ સેવાઓના શુભારંભ સાથે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે ઉજવ્યો વર્લ્ડ સીનિયર સિટીઝન ડે
ઓગસ્ટ, ૨૦૧૯ : ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે પોતાના બધા ગ્રાહકોં અને મુખ્ય રુપથી સીનિયર સિટીઝનને વિશેષ લાભ તથા સેવાઓ આપવા માટે જીવનની ઘટનાઓ પર આધારિત બેન્કિંગ સેવાઓનું શુભારંભ કરતા વર્લ્ડ સીનિયર સિટીઝન ડે ઉજવ્યો. બેન્કનો હેતુ સીનિયર સિટીઝનને સંકટ સમયે બેન્કિંગ સહાયતાના માધ્યમથી તેમની મદદ કરવાનો છો, જેથી તે સારી તથા ખરાબ, બંન્ને પરિસ્થિતિઓમાં સુરક્ષિત મહેસૂસ કરે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી તથા સીઇઓ શ્રી સમિત ઘોષે જણાવ્યું કે, “અમે અમારા ગ્રાહકો, ખાસ કરીને સીનિયર સિટીઝન માટે જીવનની ઘટનાઓ પર આધારિત બેન્કિંગ સેવાઓની શરુઆત કરતાં ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે, આ સેવાઓના માધ્યમથી તે ખૂબ જ સરળતા અને સુવિધાની સાથે બેન્કિંગને ચાલૂ રાખવામાં સક્ષમ થશે, જેનાથી બેન્કિંગનો અનુભવ વધારે ફાયદામંદ બની જશે. આ સેવાઓને ગ્રાહકોના જીવનના બધા ચરણની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખતાં ડિઝાઇન કરવામાં આવી છે.”
જીવનની ઘટનાઓ પર આધારિત બેન્કિંગ સેવાઓ દ્વારા સીનિયર સિટીઝનને કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે, જેમ કે બેન્કિંગ સેવાઓના ઘર પર ઉપલબ્ધતા, જરુરત પડવા પર વિશેષ સહાયતા, તથા શાખાઓમાં પ્રાથમિકતા સેવાઓ.
સીનિયર સિટીઝનને વિવિધ બેન્કિંગ સુવિધાઓનો લાભ ઉઠાવવામાં થતી મુશ્કેલીઓને સારી રીતે સમજતાં, ઉજ્જીવન એસએફબી એ તેમના જીવનને વધારે મૂલ્યવાન બનાવવા માટે આ સુવિધાને ડિઝાઇન કરી છે, જેથી આ સુવિધાઓને તેમના દરવાજા સુધી કોઇપણ પરેશાની વગર ઉપલબ્ધ કરાવી શકાય. આ સુવિધાઓને વ્યક્તિના જીવનના સુખદ પળોની સાથે સાથે તેવા જીવનમાં થતી અપ્રત્યાશિત ઘટનાઓ તથા દુઃખદ પરિસ્થિતિનો સમય રહેતાં સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. ઉજ્જીવન એસએફબીની શાખાઓમાં સમર્પિત કર્મચારી સીનિયર સિટીઝનનો હાથ પકડવા અને લેન-દેનને પૂરા કરવામાં તેમની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.