કરણ મને ચીટ કરી રહ્યો હતો બ્રેકઅપ બાદ અનુષા બોલી
મુંબઈ: ટેલીવીઝનની દુનિયાની પ્રખ્યાત હોસ્ટ અને વીજે અનુષા દાંડેકરે પોતાના એક્સ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ બાબતે પહેલી વાર ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, બ્રેકઅપના આઘાતમાંથી બહાર નીકળવું તેના માટે મુશ્કેલ હતું.
વધુમાં તેણે જણાવ્યું કે, હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કરણ કુન્દ્રાએ તેનો વિશ્વાસઘાત કર્યો, અને આજ સુધી તે બાબતે માફી પણ નથી માંગી. ગયા વર્ષે જાન્યુઆરીમાં અનુષા અને કરણના બ્રેકઅપની વાત સામે આવી હતી. શરૂઆતમાં બન્ને સ્ટાર્સ આ વાત ખોટી હોવાનું કહેતા હતા.
અનુષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન દરમિયાન પોતાના બ્રેકઅપનો અનુભવ ફેન્સ સાથે શેર કર્યો છે. આ સેશનમાં ફેન્સ પાસે અનુષાને કંઈ પણ પૂછવાની તક હતી. એક ફેનએ અનુષાને પૂછ્યું કે, બ્રેકઅપ પછી તમે તેમાંથી કઈ બહાર આવ્યા. આ પ્રશ્નનો ઉત્તર આપતાં અનુષાએ જણાવ્યું કે, હું તે સમયે અંદરથી હતાશ નહોતી થઈ ગઈ, પરંતુ નિરાશ અને હેરાન હતી. પરંતુ હું આગળ વધી અને હકીકતનો સ્વીકાર કર્યો.
આ દરમિયાન હું શીખી કે પોતાની સાથે પ્રેમ કઈ રીતે થાય અને આત્મસન્માન શું હોય છે. અન્ય એક પ્રશ્નમાં તેને વર્તમાન રિલેશનશિપ સ્ટેટસ વિષે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું એવી વ્યક્તિને શોધી રહી છું જે ખુલીને હસે અને મહિલાઓ પ્રત્યે વાસ્તવમાં પ્રામાણિક હોય.
તમે મુશ્કેલ સમયનો સામનો કઈ રીતે કરો છો? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અનુષા જણાવે છે કે, હું ખરાબ સમયમાં વિશ્વાસ નથી રાખતી. આ કર્મા છે, જે આપણને કંઈક શીખવાડે છે. આગળ વધો અને મસ્ત રહો. કારણકે વર્તમાનની ખરાબ વસ્તુઓ આપણા ભવિષ્યને શ્રેષ્ઠ બનાવે છે.